Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ગાતા રહે મેરા દિલઃ રાજકોટ સીટી વુમન્સ કબલના સભ્યો માટે સંગીતનો કાર્યક્રમ

ગાયકો શ્રીકાંત નાયર, અશ્વિની મહેતા, રૂષભ મકવાણા નવા- જુના ગીતોની રમઝટ બોલાવશે

રાજકોટ,તા.૨૨: રાજકોટ સીટી વુમન્સ કલબનો આગામી ચોથો કાર્યક્રમ તા.૨૬ શુક્રવારે બપોરે ૩ કલાકે હેમુ ગઢવી હોલ ખાતે 'ગાતા રહે મેરા દિલ' શિર્ષક અંતર્ગત યોજાએલ છે.

એક એકથી ચડે તેવા નવા- જુના હિન્દી પિકચરના ગીતોનો સુપર કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં 'હની ટયુન બેન્ડ' મયુર સોનીના સથવારે ગાયક વર્સટાઈલ કલાકાર શ્રીકાંત નાયર, વોઈસ ઓફ લતા- આશા, વર્સટાઈલ, અશ્વીની મહેતા, મુકેશના વોઈસમાં રૂષભ મકવાણા ગીતોની રમઝટ બોલાવશે. સીટી વુમન્સ કલબની સભ્ય સંખ્યા ૯૩૦થી વધારે છે.

રાજકોટ સીટી વુમન્સ કલબના પ્રમુખ પ્રફુલાબેન મહેતાએ જણાવ્યું હતું કે હાલમાં સંસ્થામાં ૯૩૦ થી વધુ સભ્યો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ પ્રફુલાબેન મહેતા, ઉપપ્રમુખ ઈન્દીરાબેન ઉદાણી, ચેરમેન મીનાબેન વસા, વાઈસ ચેરમેન બીન્દુબેન મહેતા, સેક્રેટરી દીનાબેન મોદી, જોઈન્ટ સેક્રેટરી દર્શના મહેતા, ખજાનચી કલ્પનાબેન પારેખ, એડવાઈઝર નીતા મહેતા, પ્રીતીબેન ગાંધી, અલ્કાબેન ગોસાઈ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:01 pm IST)