Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

છેલ્લા એક મહિનામાં ૨૨૮ ઘરોમાંથી પાણી ચોરી ઝડપાયઃ ૨.૪૮ લાખનો દંડ

પાણી ચોરી અટકાવવા ૨૦ હજાર મકાનોમાં વોટરવર્કસ શાખાની ટીમ દ્વારા ચેકીંગ

રાજકોટ, તા.૨૨: શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેકશન અને ડાયરેકટ પમ્પીંગનાં કિસ્સાઓણી તપાસ ઉપરાંત પાણીનો બગાડ કરતા આસામીઓ સામે પણ પગલાં લેવામાં આવી રહયા છે. જેમાં તા. ૧૩ માર્ચથી તા. ૨૦ એપ્રિલ દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાની ટીમો દ્વારા શહેરમાં હાથ ધરાયેલ ચેકિંગ દરમ્યાન ડાયરેકટ પમ્પીંગનાં ૧૯૨ કિસ્સા અને ૩૬ ભૂતિયા નળ જોડાણ ઝડપાયા હતાં. ડાયરેકટ પમ્પીંગ અને ભૂતિયા નળ જોડાણ ઉપરાંત પાણીનો બગાડ કરનારા લોકો પાસેથી કુલ મળીને રૂ.૨,૪૮,૨૬૦/-નો દંડ વસૂલ કરાયો હતો.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરના ત્રણેય ઝોનમાં કુલ ૧૯૦૯૮ મકાનોમાં ચેકિંગ કરાયું હતું. આ દરમ્યાન ડાયરેકટ પમ્પિંગનાં ૮૭ કિસ્સાઓમાં ઇલેકિટ્રક મોટર જપ્ત કરી સંબંધિત આસામીઓને નોટીસ ઇસ્યુ કરવામાં આવી હતી. ભૂતિયા નળ જોડાણ કાપી નાંખવામાં આવ્યા હતાં. જયારે ડાયરેકટ પમ્પિંગનાં કિસ્સાઓમાં પ્રત્યેક આસામી પાસેથી બબ્બે હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો, અને પાણીનો બગાડ કરતા આસામીઓ પાસેથી રૂ. ૨૫૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

(3:59 pm IST)