Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ઢેબર રોડ ગુરૂકુળ પાસે મોડી રાત્રે બ્રોકરની કાર આગમાં ખાક

રાજકોટઃ ઢેબર રોડ ગુરૂકુળ પાસે નિલેષભાઇ બીપીનભાઇ કક્કડ નામના ઓટો બ્રોકરે વેંચવા માટે રાખેલી લોગાન કાર જીજે૧એસપી-૫૪૧૧માં મોડી રાત્રે ત્રણેક વાગ્યે આગ લાગતાં ફાયર બ્રિગેડને જાણ થતાં ત્યાં પહોંચી આગ બુઝાવી હતી. જો કે એ પહેલા કાર ખોખુ થઇ ગઇ હતી. બ્રોકર નિલેષભાઇના કહેવા મુજબ સાંઇઠથી સિતેર હજારનું નુકસાન થયું છે. કોઇએ બાજુમાં કચરો સળગાવ્યો હશે તેમાંથી તિખારો આવતાં આગ લાગ્યાનું તારણ છે.

(3:46 pm IST)