Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

જંગલેશ્વરમાં વિધવા મહિલા રોશનબેન પર ભાઇ-ભાભી અને ભત્રીજાનો હુમલો

મકાન ખાલી કરી ભાગી જવાનું કહી પાઇપના ઘા ફટકાર્યાઃ ઘરમાં તોડફોડ કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૨: જંગલેશ્વરમાં વિધવા મુસ્લિમ મહિલાને બાજુમાં જ રહેતાં તેના ભાઇ, ભાભી અને ભત્રીજાએ લોખંડના પાઇપથી માર મારતાં બંને હાથ, માથા, શરીરે ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે.

જંગલેશ્વરમાં શાળા નં. ૭૦ પાસે રહેતાં રોશનબેન યુસુફભાઇ મોવર (ઉ.૩૬) સવારે દસેક વાગ્યે ઘરે હતાં ત્યારે ભાઇ મહમદભાઇ, ભાભી બીલકીશબેન અને ભત્રીજા સદામે મળી લોખંડના પાઇપથી હુમલો કરી બેફામ માર મારતાં સારવાર માટે દાખલ થતાં હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે ભકિતનગર પોલીસમાં જાણ કરી હતી.

રોશનબેનના કહેવા મુજબ તેના પતિ હયાત નથી. પોતે માતા સાથે રહે છે. બાજુમાં જ રહેતો ભાઇ-ભાભી-ભત્રીજો અવાર-નવાર મકાન ખાલી કરી ભાગી જવાનું કહી ઝઘડા કરે છે. આજે પણ આ કારણે હુમલો કર્યો હતો અને ઘરમાં ફ્રીઝ, કૂલર સહિતની ચીજવસ્તુઓમાં પણ તોડફોડ કરી હતી.

(3:45 pm IST)