Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ચૂંટણી સંદર્ભે પૂર્વ વિભાગના ચાર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં ૧૨ કિ.મી. ફૂટ પેટ્રોલીંગ અને એરિયા ડોમિનેશન

રાજકોટઃ લોકસભાની ચૂંટણીનું આવતીકાલે મતદાન છે ત્યારે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી તથા ડીસીપી ઝોન-૧ રવિમોહન સૈની, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાની સુચના અને રાહબરી હેઠળ જુદા-જુદા વિસ્તારોમાં એરિયા ડોમિનેશન અને ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. ભયમુકત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. તે અંતર્ગત ભકિતનગર પોલીસ મથક હેઠળના જંગલેશ્વર, રાધાકૃષ્ણ સોસાયટી, હુડકો વિસ્તારમાં એસીપી પૂર્વ એચ. એલ. રાઠોડ, એસીપી એસ.આર. ટંડેલ તથા ભકિતનગર પી.આઇ. વી. કે. ગઢવી, આજીડેમના પી.આઇ. પી.એન. વાઘેલા, થોરાળાના પી.આઇ. બી. ટી. વાઢીયા, બી-ડિવીઝનના પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝ તથા સાત પીએસઆઇ સહિતનો સ્ટાફ અને પેરામિલ્ટ્રી ફોર્સ તથા હોમગાર્ડ જવાનોએ સાથે મળી સાંજે છ થી રાત્રીના દસ સુધી આશરે ૧૨ કિલોમીટર સુધી ફૂટ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશન કર્યુ હતું. જેમાં સંવેદનશીલ બૂથની વિઝીટ, હિસ્ટ્રીશીટર તથા એમસીઆર ઇસમો, તડીપાર ઇસમો, ટપોરીઓ, બુટલેગરો અને માથાભારે શખ્સોને ચેક કરવામાં આવ્યા હતાં.

(3:43 pm IST)