Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

કાલે વિજયભાઈ સવારે ૭:૩૦ વાગ્યે મતદાન કરશે

ધનસુખભાઈ - નીતિનભાઈ - કમલેશભાઈ સવારે ૭ વાગ્યે કમળનું બટન દબાવશેઃ રાજયપાલ વજુભાઈ વાળા કર્ણાટકથી મતદાન કરવા રાજકોટ આવશે

રાજકોટ, તા. ૨૨ : આવતીકાલે મતદાન પર્વ છે. નાગરીકો મતદાન કરી લોકશાહીનો ધર્મ બજાવશે. ત્યારે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે સવારે રાજકોટ આવી પહોંચશે અને વિજયભાઈ સાથે અંજલીબેન સવારે ૭:૩૦ વાગ્યે રૈયા રોડ ઉપર બ્રહ્મસમાજ ચોકમાં આવેલ અનિલ જ્ઞાનમંદિર ખાતે મતદાન કરશે.

જયારે ભાજપના આગેવાનો ધનસુખભાઈ ભંડેરી (સવારે ૭ વાગ્યે, માતૃ મંદિર ઈંગ્લીશ મીડિયમ સ્કુલ, કાલાવડ રોડ), નીતિનભાઈ ભારદ્વાજ (સવારે ૭ વાગ્યે - કોટેચા સ્કુલ, નૂતનનગર કોમ્યુનિટી હોલવાળો રોડ), કમલેશભાઈ મિરાણી (સવારે ૭ વાગ્યે - રવિન્દ્રનાથ ટાગોર સ્કુલ - સાધુ વાસવાણી રોડ, ગોપાલ ચોક પાસે), અરવિંદભાઈ રૈયાણી (શાળા નં.૭૨, આર્યનગર મેઈન રોડ), મેયર બીનાબેન આચાર્ય (સવારે ૭:૩૦ વાગ્યે, ધર્મેન્દ્ર કોલેજ), ગોવિંદભાઈ પટેલ (સવારે ૭:૩૦ વાગ્યે, ટાગોર વિદ્યાલય, સૂર્યમુખી હનુમાન, નાના મૌવા રોડ), તેમજ કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળા (બપોરે ૨ વાગ્યે હરિહર હોલ) મતદાન કરશે.

(3:41 pm IST)
  • શહિદ પોલીસ અધિકારી હેમંત કરકરે વિરૂધ્ધ નિવેદન અંગે સાધ્વી પ્રજ્ઞાને પણ ચુંટણી પંચે નોટીસ આપી : સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરની પોતાના નિવેદન પર સ્પષ્ટતાઃ સત્ય સામે જરૂર આવે છેઃ દેશ વિરોધી-ધર્મવિરોધી લોકો પોતાના અંતની ચિંતા કરેઃ મને ૯ વર્ષ સુધી જેલમાં રાખવામાં આવીઃ સાધ્વીના અંતની વાત ના કરે access_time 4:01 pm IST

  • રાજ્યમાં કથળતા શિક્ષણના સ્તરને લઈને હાઇકોર્ટે લીધી ગંભીર નોંધ: માંગ્યો જવાબ:શિક્ષકો ખાનગી ટ્યુશન કરતા હોવાની પણ લીધી ગંભીર નોંધ ;સરકારી શાળાના કથળતા શિક્ષણ અંગે હાઇકોર્ટ ગંભીર access_time 12:47 am IST

  • નરેન્દ્રભાઇ મમતાના ગઢમાંથી બીજી બેઠક ઉપરથી ચૂંટણી લડશે ? ગમે તે ઘડીએ જાહેરાત થવાની સંભાવના: અમિતભાઇ કોલકત્તામાં મહત્વની જાહેરાત કરે તેવી ભારે ચર્ચાઃ ટૂંક સમયમાં પત્રકારોને સંબોધશેઃ પશ્ચિમ બંગાળમાં ભારે ચર્ચા છે કે, નરેન્દ્રભાઇ મોદી વારાણસી ઉપરાંત બીજી બેઠક પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના હોમગ્રાઉન્ડ ઉપરથી લડશે access_time 12:33 pm IST