Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

મતદારયાદીમાં નામ નથી તો ધારા-૪૯-A પ્રમાણે ''ચૂનોતી વોટ'' માંગી મતદાન કરો... આ ન્યૂઝ ખોટા છેઃ તંત્રની સ્પષ્ટતા..

વોટ્સએપમાં ફરતા આ ન્યૂઝ ખોટા હોવાનું જણાવતા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ધાંધલ.. : મત આપવા માટે મતદારયાદીમાં નામ હોવું ફરજીયાત છેઃ ''ટેન્ડર વોટ'' માંગી મતદાન કરી શકાય એ સાચુ છે

રાજકોટ તા. રરઃ આજે વોટ્સએપમાં એવા ન્યૂઝ-અહેવાલો-મેસેજો ફરતા થયા કે જયારે કોઇપણ મતદાર મત આપવા જાય અને તેને ખબર પડે કે પોતાનુંનામ મતદારયાદીમાં નથી તો આધારકાર્ડ અથવા મતદારકાર્ડ દેખાડો અને ધારા ૪૯-એ પ્રમાણે ''ચૂનોતી વોટ'' માંગી મતદાન કરો... આવા ફરતા થયેલા મેસેજોથી ખળભળાટ મચી ગયો છે. આ બાબતે અને ઉપરોકત ન્યૂઝ બાબતે આજે રાજકોટ જિલ્લા કલેકટર તંત્રના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ધાંધલનો સંપર્ક કરતા તેમણે ''અકિલા''ને જણાવ્યું હતું કે આ ન્યૂઝ-ફરતા મેસેજ ખોટા છે, આ બાબત સાચી નથી, મતદાન માટે મતદારયાદીમાં નામ હોવું ફરજીયાત છે, તેમજ મતદારકાર્ડ કયારે નિકળે કે જયારે મતદારયાદીમાં નામ હોય.

તેમણે ઉમેર્યું હતું કે, કોઇપણ મતદારના નામે બીજુ કોઇ મતદાન કરી ગયું હોય તો ''ટેન્ડર વોટ'' માંગી શકે છે અને મતદાન કરી શકે છે, તે બાબત સાચી છે, પરંતુ તે સમયે તે વ્યકિતએ પોતે હોવાના પુરતા પુરાવા આપવા જરૂરી છે.

(3:41 pm IST)
  • રાજકોટ: ચૂંટણી ફરજમાં ગેરહાજર હોમગાર્ડ સામે પોલીસ કમિશનરનું આકરું પગલું access_time 5:20 pm IST

  • મોડીસાંજે રાજકોટમાં દોઢસો ફૂટ રિંગ રોડ પર ટીપરવાને વૃદ્ધને અડફેટે લીધા :દોઢસો ફૂટ રિંગ રોડ પર નાગરિક બેન્ક સામે બીઆરટીએસ રોડ ઓળંગવા જતા વૃદ્ધને ટીપરવાને ઉડાડ્યા :108 મારફત હોસ્પિટલે ખસેડાયા access_time 7:37 pm IST

  • રાજકોટ : આજીડેમમાં નાહવા પડતા ડૂબી જતાં કુબલિયાપરાના 2 સગા ભાઈના મોત, પરિવારમાં શોક : વિશાલ અમર દેવીપૂજક 14 અને તેના ભાઈ રોહિત અમારભાઈ દેવીપૂજક 16ના મોત. : ઘરે કોઈ નહોતું. માતા પિતા કપડાં વેચવા ગયા હતા. : ત્રણ છોકરા ન્હાવા પડ્યા હતા એકનો બચાવ access_time 5:18 pm IST