Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

બુધવારે શ્રીમદ્દ રાજચંદ્રજી દેહોત્સર્ગદિન નિમિતે ભકિત મૌનરેલી : ચાર દિવસ ભકિત-સ્વાધ્યાય

રાજકોટ તા. ૨૦ : શ્રીમદ્દ રાજચંદ્ર જ્ઞાન મંદિર ટ્રસ્ટ રાજકોટ દ્વારા મહાત્મા ગાંધીજીની આધ્યાત્મિક ગુરૂ એવા શ્રીમદ્દ રાજચંદ્રજીના દેહોત્સર્ગ દિન નિમિતે તા. ૨૨ થી ૨૫ શ્રીમદ્દ રાજચંદ્ર જ્ઞાનમંદિર સીતારામ પંડિત માર્ગ, આકાશવાણી રાજકોટ ખાતે ભકિત સ્વાધ્યાયનું આયોજન કરાયુ છે.

કાલે તા. ૨૩ ના મંગળવારે જ્ઞાનમંદિરમાં પ.કૃ.દેવના ચરણપાદુકાની સ્થાપના, નવનિર્મિત ગર્ભદ્વારનું અનાવરણ, વનચામૃતજીની સ્થાપના, મહાવીર પ્રભુની પ્રતિમાની સ્થાપના તેમજ ચૈત્ર વદ પાંચમ તા. ૨૪ ના બુધવારે દેહોત્સર્ગ દિનના મુખ્ય દિવસે સમાધિ મંદિર, રામનાથપરા ખાતે ભકિત અને સ્વાધ્યાય તેમજ બપોરે સમાધિભવન, કાશી વિશ્વનાથ પ્લોટ ખાતે ભકિત અને મૌનયાત્રા તથા જ્ઞાનમંદિર ખાતે સ્વાધ્યાય રાખેલ છે.

સમગ્ર કાર્યક્રમમાં સ્વાધ્યાયકારો  રાકેશભાઇ ઝવેરી, ગોકુળભાઇ શાહ, નલીનભાઇ કોઠારી, સુરેશજી કોબા આશ્રમ, બહેન શ્રી રત્નાપ્રભુ અને બહેન સુધાબેન શેઠ, મુમુક્ષુઓને જ્ઞાનનું અમૃતપાન કરાવશે.સર્વે મુમુક્ષુઓને લાભ લેવા શ્રીમદ્દ રાજચંદ્ર જ્ઞાન મંદિર ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરાયો છે.

(3:40 pm IST)