Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

હેમ રેડિયોની પરિક્ષા અંગે માર્ગદર્શન શિબિર યોજાઇઃ ૧૩ મે સુધી દર રવિવારે માર્ગદર્શન અપાશે

લોક વિજ્ઞાન કેન્દ્ર રાજકોટ ખાતે હેમ રેડિયોની પરિક્ષા અંગે માર્ગદર્શન શિબિરનું આયોજન રાજકોટ એમેચ્યોર રેડિયો કલબ અને લોક વિજ્ઞાન કેન્દ્રના સંયુકત ઉપક્રમે યોજાઇ હતી. રાજકોટ એમેચ્યોર કલબના પ્રમુખ નિવૃત પી.આઇ. એન. એન. ઝાલા, ઉપપ્રમુખ ભોગીભાઇ ગોંડલીયા, સેક્રેટરી રમેશભાઇ જાટીયા, સિનીયર હેમ વનરાજસિંહ જાડેજા સીહતનાએ હાજર રહી હેમ રેડિયોની પરિક્ષા અંગે માહિતી આપી હતી. તાલિમ શિબિર ૧૩/૫ સુધી દર રવિવારે લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે સવારે ૧૦ થી ૧૨ સુધી યોજાશે. પરિક્ષાના ફોર્મની માહિતી પણ પુરી પાડવામાં આવી હતી.

(3:38 pm IST)