Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ગુજરાતના ખેડૂતોને ૨૬ કરોડની ચુકવણીઃ રાજકોટ- સૌરાષ્ટ્રના ડેમોમાં નર્મદાના નીર ઠાલવવાનું ચાલુ

બાકી રહી ગયેલા ખેડૂતોને પણ પાકવીમો ચુકવાશેઃ ચેતન રામાણી

રાજકોટ,તા.૨૨: રાજકોટ જીલ્લા ભાજપના અગ્રણી અને સૌરાષ્ટ્રના કિશાન નેતા શ્રી ચેતનભાઈ રામાણીની એક યાદીમાં જણાવેલ છે કે ફરી વખત સૌરાષ્ટ્રના મતદારો દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી બને તે માટે સૌરાષ્ટ્રની પ્રજા ઉત્કૃષ્ટ છે. રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સમગ્ર રાજયમાં ૭૫ જેટલી જન સભાઓ કરીને પરીશ્રમની પરાકાષ્ટા સર્જી છે. ગરીબો, ખેડૂતો, શ્રમીકો વિગેરે માટે રાજય સરકારે અનેક યોજનાઓ કરેલ છે. રાજયના ખેડુતોને ૨૬ કરોડ જેટલી રકમ ચુકવેલ છે તેમજ સૌરાષ્ટ્રને સૌની યોજના થકી ડેમો ભરવાની યોજનાના ભાગરૂપે સૌરાષ્ટ્રના અનેક ડેમોમાં ભર ઉનાળે પાણી આપેલ અને રાજકોટનું આજી, ન્યારી, ઉંડ ડેમ તેમજ સૌરાષ્ટ્રના અનેક ડેમો નર્મદા નીરથી ભરવાનું ચાલુ છે. લગભગ રાજયમાં ૩ હજાર કરોડની મગફળીની ખરીદી રાજય સરકારે કરેલ છે અને કપાસ, તુવેર, ચણા, ઘઉં જેવી અનેક ખેત પેદાશો રાજય સરકાર ખેડૂતોને પોષણ ભાવ મળે તેને માટે રાજયનાં સંવેદનશીલ મુખ્યમંત્રી ચિંતા કરેલ છે અને ખેડૂતોને પોતાના બેંક ખાતામાં કેન્દ્ર દ્વારા વાર્ષિક ૬ હજાર ચુકવવાના છે જેમાંથી ૪ હજાર રૂપિયા દરેક ખેડૂતના ખાતામાં જમા કરાવી આપેલ છે. વધુમાં જે ખેડૂતોનો પાક વિમો બાકી છે. તેવા ખેડૂતોને ત્વરીત પાક વિમાના નાણા મળી જાય તે માટે મુખ્યમંત્રી, કૃષીમંત્રી સતત પ્રયત્નશીલ છે અને વીમા કંપનીઓ તેમજ કેન્દ્રના સતત સંપર્કમાં રહી બાકી રહેલો વીમો તત્કાલીન ચુકવવા તાકીદ કરી રહ્યા છે.

ઉપરોકત અપીલને સર્વશ્રી લોધીકા મુકેશભાઈ તોગડીયા, પ્રવિણસિંહ જાડેજા, છગન મોરડ, મુકેશ કમાણી, લાખાભાઈ ચોવટીયા, બકુલસિંહ જાડેજા, મનસુખ તારપરા, હરીચંદ્રસિંહ જાડેજા, મિલન કથીરીયા, જેતપુરના મનસુખ ખાચરીયા, આર.કે.રૈયાણી, સુભાષ બાંભલીયા, મહેશ ડોબરીયા, કોળી આગેવાન ગોંડલ ભુપત ડાભી, અશોક પીપળીયા, પ્રવિણ રૈયાણી, પડધરી બાવનજી મેતલીયા, છગન વાતજાડીયા, ધીરૂ તરપદા, તરશી તારપરા, કાંતી લુણાગરીયા, રાજકોટ બાબુ નશીત, નાગદાન ચાવડા, ઘોઘુભા જાડેજા, વિજય સખીયા, જમન ધામેલીયા, ચેતન પાણ, જસદણના ભીખા રોકડ, મહેશ પાઠક, રવજીભાઈ સરવૈયા, પોપટ રાજપરા, ચંદુ કચ્છી, મનસુખ રામાણી, કોટડા સાંગાણીના અરવિંદ સિંધવ, અમીત પડાશીયા, ચંદુ વઘાસીયા, ધીરૂ કોરાટ, જગદીશ કોરાટ, વિનુ ઠુમર, વાંકાનેરના જીતુ સોમાણી, ગોરધન કોળી આગેવાન, સુરેશ પ્રજાપતિ, યુશુફભાઈ વિગેરે અગ્રણીઓએ આવકારેલ હોવાનું શ્રી ચેતન રામાણીની યાદીના અંતમાં જણાવાયું છે.

(3:39 pm IST)