Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

નવરંગ દ્વારા ૩૦૦ નંગ માટીના પરબનું વિતરણ કાલે મતદારો માટે કાચી કેરીનું સરબત વિનામૂલ્યે

રાજકોટ તા. રર : આ આકરા ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષિઓને પાણીની સગવડતા મળે તેવા હુતુથી ફુલછાબ, નવરંગ નેચર કલબ અને દાતાઓના સહયોગથી માટીના પાણીના પરબનું (૩૦૦ નંગ) નું વિનામુલ્યે વિતરણ કર્યું.

આ વિતરણના કાર્યક્રમમાં આદરણીય કૌશિકભાઇ મહેતા (તંત્રી શ્રી ફુલછાબ) આદરણીય અજયભાઇ જોશી (સીઝન સ્કવેર કબલ), આદરણીય અકલાબેન વોરા (સીઝન સ્કવેર કલબ), આદરણીય  અહેમદભાઇ જુણેજા (પ્રમુખ, રાજકોટ ટેકસી ઓનર્સ એસોસીયેશન), પદુભા રાયજાદા, દાનાભાઇ આહિર, વિક્રમસિંહ જાડેજા, અર્જુનભાઇ ડાંગર, નરેશભાઇ નકુમ, હર્ષભાઇ પટેલ અને મિત્રો હાજર રહેલ.

આપણા ઘરેથી પક્ષી તરસ્યું ન જાય તે માટે પાણીની વ્યવસ્થા કરવીએ આપણી જવાબદારી છે.

આવતી કાલે લોકશાહીના મહાપર્વની ઉજવણી સંદર્ભે નવરંગ નેચર કલબ દ્વારા મતદારોને કાચી કેરીનું સરબત વિનામૂલ્યે પીવડાવવામાં આવશે. લૂથી બચવા માટે આ પીણું શ્રેષ્ઠ ગણાય છે. સવારે ૧૦ વાગ્યાથી શાસ્ત્રી મેદાન બસ સ્ટેન્ડ સામે ટેકસી સ્ટેન્ડ ખાતે સરબત નિઃશુલ્ક આપવામાં આવશે.

(3:37 pm IST)