Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

અનેકનો વિકલ્પ બનેલા મોદીનો એક જ વિકલ્પ મોદી

ભારે મતદાનથી ભાજપને જંગી લીડ તથા બહુમત અપાવીએ-નૂતન ભારતના નિર્માણ માટે નિમિત બનીએ : દેશભરમાં ચૂંટણીનો એક જ મુદ્દો છે પુનઃ મોદી સરકાર, પુનઃ વિકાસ, પુનઃ રાષ્ટ્રપ્રેમ, પુનઃ ગુડ ગવર્નન્સઃ માંધાતાસિંહ

રાજકોટ, તા. ૨૨ : રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાએ રાજકોટના નાગરિકોને, મતદારોને અને ખાસ તો યુવા પેઢીને નમ્ર અપીલ કરતા કહ્યું છે કે તા. ૨૩મીએ સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાનનો સમય છે. ગરમીના દિવસો છે એ સાચુ પણ પાંચ વર્ષ તાપ સહન કરવો ન હોય અને દેશમાં શીતળતાનું વાતાવરણ જોઈતુ હોય તો રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અને નાગરિક ધર્મ બજાવવાના ભાગરૂપે મતદાન કરવું જરૂરી છે. આપણે સૌ આપણા મતદાન મથકે વહેલામાં વહેલા પહોંચીએ, મતદાન માટે જરૂરી જે ઓળખનો પુરાવો જોઈતો હોય એ સાથે રાખીને જેઈએ અને કમળના નિશાન સામેનું બટન દબાવી ભાજપને જંગી લીડથી વિજેતા બનાવીને શ્રી નરેન્દ્રભાઈ મોદીને પુનઃ વડાપ્રધાન  બનાવીએ  અને રાજ્ય અને દેશને ફરીથી ગૌરવાન્વિત કરીએ.

(3:36 pm IST)