Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

૨૫ એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસઃ મ્યુ.કોપોરેશન આરોગ્ય શાખા દ્વારા વિવિધ કાર્યક્રમો

તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે રંગોળી, પત્રિકા વિતરણ અને એલ.ઇ.ડી બોર્ડ લગાવાશેઃ ૧૭ સ્થળોએ પોરા ભક્ષક માછળીઓનું જીવંત નિદર્શન

રાજકોટ, તા.૨૨: ૨૫ એપ્રિલ સમગ્ર વિશ્વમાં મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વમેલેરિયા દિવસ ઉજવવાનો ઉદ્દેશમેલેરિયા જેવી ગંભીર બીમારી બાબતે લોકોને જાગૃત  કરવામાં આવશે.

આ અંગે કોર્પોરેશનની આરોગ્ય શાખાની સત્તાવાર યાદીમાં જણાવ્યુ છે કે વિશ્વ આરોગ્ય  સંસ્થા દ્વારા ૨૦૦૮ થી ૨૫ એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે મનાવવામાં આવે છે. ૨૫ એપ્રિલ ૨૦૦૦ નાં રોજ ૪૪ આફ્રિકન દેશોના વડાઓએ મેલેરિયાની નાબૂદી માટે અબુજા ઠરાવ પસાર કરી મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ દ્યડી કાઢ્યો હતો.

મેલેરિયા મચ્છરોના કરડવાથી ફેલાય છે. આ મચ્છર રાત્રે કરડે છે. મેલેરિયામાટે પ્લાઝમોડીયમ નામના જીવાણુંઓ જવાબદાર છે. માદા એનોફીલીસ મચ્છર કરડે ત્યારે જીવાણુંઓવ્યકિતનાં શરીર માં પ્રવેશે છે. મેલેરિયાના મુખ્ય લક્ષણોમાં સખત તાવ, શરીરે પરસેવો થાય, માથું દુખે, શરીર દુખે, ઉબકા આવે, ઉલટી થાય વગેરે છે. મેલેરિયા રોગનું નિદાન અને સરવાર તમામ આરોગ્ય કેન્દ્ર ૫ર વિના મુલ્યે ઉ૫લબ્ઘ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રપ એપ્રિલ 'વિશ્વ મેલેરિયા દિવસ' નિમીતે વિવિદ્ય કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવા આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજકોટના શહેરીજનોને મેલેરિયા રોગ, રોગ અટકાયતી અંગેના ઉપાયો તથા મેલેરિયા ફેલાવતા મચ્છર ઉત્૫તિ અટકાયતી ૫ગલાં વિશે વિગતવાર માહિતી મળી રહે તે માટે આ વર્ષની થીમ  'Zero Malaria starts with me' (મેલેરિયાના અંતની શરૂઆત મારા પ્રયત્નોથી)ને ઘ્યાનમાં રાખી વોર્ડવાઇઝ વિવિદ્ય જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

જાહેર પ્રદર્શનનું  મચ્છરના પોરા, પોરાભક્ષક માછલી, પોસ્ટરના માઘ્યમથી જીવંત નિદર્શન.

જયનાથ પેટ્રોલપં૫ પાસે – ગંજીવાડા નાકુ, ભાવનગર મે. રોડ, અક્ષરનગર – ૪/૫ નો ખુણો, રાજલક્ષ્મી સોસા. – ભવનાથ મે. રોડ, સરસ્વતીનગર –ર, રાજદી૫ સોસા. – ૪૦નો રોડ, ૬ લલુડી વોકળી આંગણવાડી, ગૈાતમનગર આંગણવાડી,  રૂખડીયા વાયરલેશ ખાડો, ઠકકરબાપા હરીજનવાસ આંગણવાડી, ખોડિયારનગર –૮૦ ફુટ રોડ,   તવકલ ચોક, જંગ્લેશ્રર,        દેવકીનંદન સોસા. શેરી નં. ૧ થી ૩ , અંબિકા સોસા. શેરી નં. ૧, ર, ભગવતી૫રા – શાંતિનગર સોસા., ર૫ વારીયા – મોરબી રોડ, ભગીરથ સોસા. શેરી નં. ૧૧,  વેલનાથ પાર્ક, જડેશ્રર પાર્ક મે. રોડ,  હરીઓમ પાર્ક પાછળ, ગૈાતમનગર – રૈયા રોડ, રૈયાઆવાસ – શિવ૫રા નુરાની૫ર સહિતના વિસ્તારમાં જીવેત નિદર્શત

ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨સુધીમાં મેલેરિયા નાબુદીના લક્ષ્યાંક રાખવામાં આવેલ છે જેઅંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૫ણ મેલેરિયામુકત રાજકોટ – ૨૦૨૨ અભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે.  આ અભિયાનમાં ભાગ લઇએ અને મેલેરિયા મુકત રાજકોટ માટે સહકાર આપવા તંત્ર દ્વારા અપિલ કરવામાં આવી છે.

(3:25 pm IST)