Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ગેટ... સેટ... ગો... બપોરથી ૧ર હજારનો ચૂંટણી સ્ટાફ રવાનાઃઉતેજના...

કાલે સવારે ૬ થી ૭ મોકપોલઃ સવારે ૭ થી સાંજે ૬ મતદાનઃ પ્રિસાઇડીંગ ઓફીસર પાસે EVM સહિત કુલ ર૦૦ થી વધુ આઇટમો...

રાજકોટઃ રાજકોટ લોકસભા બેઠક અંતર્ગત રાજકોટમાંથી ૪ અને જીલ્લાના જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજીથી મળી કુલ ૧ર હજારનો ચૂંટણી સ્ટાફ આજે બપોરથી મતદાન મથકનો કબજો લેવા બપોર બાદ રવાના થયો હતો, એસટીની ૧૧૩ બસ તો રાજકોટની સ્કુલોની ખાનગી બસો રીકવીઝીટ કરી જે તે વિધાનસભાના મામલતદાર-ડે.કલેકટરો દ્વારા પ્રિસાઇડીંગ ઓફીસરો અને તેમની પની ટીમને ઇવીએમ-વીવીપેટ સહિત કુલ ર૦૮ જેટલી વસ્તુની કીટ આપી જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બપોરે સ્ટાફને ભાવતા ભોજન જમાડી રવાના કરાયો હતો. કાલે સવારે મતદાન મથકોમાં પાા વાગ્યે ઇવીએમ વીવીપેટ ગોઠવાયા બાદ સવારે ૬ થી ૭ મોકપોલ અને ત્યારબાદ સવારે ૭ થી સાંજે ૬ સૂધી મતદાન થશે. સ્ટાફ રવાના થતા જ રાજકોટ શહેર-જીલ્લાના ૧૮ લાખ ૮૪ હજાર મતદારોમાં ભારે ઉત્તેજના પ્રર્વતી રહી છે. તસ્વીર વીરાણી હાઇસ્કુલ ખાતેના ડીસ્પેચીંગ સેન્ટરની છે, ઉપરની તસ્વીરમાં રીકવીઝીટ કરાયેલ ખાનગી સ્કુલની બસો, નીચેની તસ્વીરમાં ઇવીએમ વીવીપેટ સહિતની કીટની ચાલી રહેલ સોંપણી, નીચે છેલ્લે હાજર તમામ ચૂંટણી સ્ટાફ અને ઇન્સેટ તસ્વીરમાંં નખશીખ પ્રમાણીક અધીકારી રાજકોટ સીટી પ્રાંત-ર અને ડે.કલેકટરશ્રી જેગોડા પોતાના સ્ટાફ પાસેથી માહિતી મેળવતા નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(12:14 pm IST)