Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

કુંડારિયા ગમે કે ગમે કગથરા ? : કાલે ૧૮.૮૪ લાખ મતદારો માટે જનાદેશનો અવસર : ર૦પ૦ મત મથકો

રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીની તૈયારીને આખરી ઓપ : દિવ્યાંગો-વૃદ્ધો માટે અલાયદી વ્યવસ્થા

રાજકોટ, તા. રર : લોકસભાની રાજકોટ બેઠક માટે આવતીકાલે સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન થનાર છે. જિલ્લા કલેકટર રાહુલ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજે સવારથી સ્ટાફને ફરજ સ્થળે રવાના કરાયેલ છે. જોરદાર ચૂંટણી પ્રચારના પડધમ ગઇકાલે સાંજથી શાંત થઇ ગયા છે.

રાજકોટ બેઠકમાં ૧૮.પ૪ લાખ મતદારો અને ર૦પ૦ મતદાન મથકો છે. હજારો કર્મચારીઓની ચૂંટણી ફરજ પર મૂકાયા છે. દરેક મતદાન મથક પર સી.આર.પી.એફ. અને પોલીસ, એસ.આર.પી. વગેરે બંદોબસ્ત ગોઠવાયેલ છે. દિવ્યાંગો અને સીનિયર સીટીજન્સ માટે અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

રાજકોટ બેઠકમાં ભાજપના મોહનભાઇ કુંડારિયા અને કોંગીના લલિતભાઇ કગથરા સહિત ૧૦ ઉમેદવારો મેદાને છે. કાલે સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન થયા બાદ ર૩ મેએ મતગણતરી થશે. મતદારોની પસંદગી તેજ દિવસે જાણવા મળશે.

(12:10 pm IST)