Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

દબાણ હટાવ ઝુંબેશ

શહેરના વિવિધ મુખ્ય રસ્તાઓ પરથી ૬૧ રેકડી કેબીન હટાવાયા

૧૨પ કિલો શાકભાજી-ફળો, ઘાસચારો જપ્ત : પ૩ હજારનો દંડ

રાજકોટ, તા.૨૦ : મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ૬૧ રેંકડી, કેબીન, અન્ય ચીજવસ્તુઓ, ૧૨પ કિલો ,  શાકભાજી-ફળો, ઘાસચારો-લીલું-ફુલ વગેરે જપ્ત કરવાની તેમજ રૂ.પ૩,૦૦૦ વહીવટી ચાર્જે વસુલાતની કામગીરી કરવામાં આવેલ  છે. જુદા જુદા હોકર્સ ઝોનમાંથી પણ જપ્ત કરવાની કામગીરી કરાવામાં આવી હતી.

આ અંગે તંત્રની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા રસ્તા પર નડતર ૩૨ રેંકડી-કેબીનો ગાયત્રીનગર, રામનાથપરા, ૧પ૦ ફુટ રોડ, રૈયા ચોકડી, જયુબેલી, છોટુનગર, પેડક રોડ, કાલાવડ રોડ વિગેરે જગ્યાએથી જપ્ત કરવામાં આવી હતી. જુદી જુદી ૨૯ અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે જયુબેલી માર્કેટ, રામનાથપરા, કાલાવડ રોડ, રેસકોર્ષ, જયુબેલી વિગેરે જગ્યા પરથી જપ્ત કરવામાં આવી હતી. ૧૦પ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને જયુબેલી માર્કેટ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા. પારેવડી ચોકથી ૨૦ કી.ગ્રા. ઘાસચારો લીલું અને ફુલ જપ્ત કરવામાં આવેલ હતા. તેમજ રૂ.પ૩,૪૭પ/- વહીવટી ચાર્જ સોરઠીયાવાડી, આનંદ બંગલા ચોક, ટાગોર રોડ, સંતકબીર રોડ, કુવાડવા રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, ઇન્દીરા સર્કલ, મવડી રોડ, માયાણી નગર, સોરઠીયા વાડી સર્કલ, ભકિતનગર ચુનારવાડ અને છોટુનગર વિગેરે જગ્યા પરથી વસુલ કરવામાં આવ્યો હતો. શહેરના વિવિધ ૦૭ હોકર્સ ઝોનમાંથી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી.

(4:44 pm IST)