Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

મ્યુનિ.કોર્પોરેશનમાં ૨૫૦ એપ્રેન્ટીસની જગ્યા ભરવા કાર્યવાહી

આઇટીઆઇ પાસ ૨૧ થી ૩૦ એપ્રિલ સુધીમાં કોર્પોરેશનની વેબસાઇટ અને સેન્ટ્રલ ઝોન કચેરીએ ફોર્મ ભરી શકાશે

રાજકોટ,તા.૨૧: મ્યુનિ. કોર્પોરેશનમાં  વિવિધ શાખાઓમાં ખાલી પડેલી એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ વધુમાં કહેલું કે, વાયરમેન,મીકેનીક (મોટર વ્હીકલ)       પ્રોગ્રામિંગ એન્ડ સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન આસીસ્ટન્ટ, કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ફિટર,લાઈનમેન,ઈલેકટ્રીશ્યન,કારપેન્ટર (સુથાર),પ્લમ્બર,રેફ્રિજરેશન અને એરકન્ડીશનીંગમેકેનિક, મીકેનીક (ડીઝલ), ડ્રાફ્ટમેન (સીવીલ), હર્ટીકલ્ચર આસિસ્ટન્ટ, ગાર્ડનર (માળી), કેડ-કેમ ઓપરેટર કમ પ્રોગ્રામર, હેલ્થ સેને.ઇન્સ., સર્વેયર સહિતનાં ટ્રેડમાં આઇ.ટીઆઇ પાસઅરજી ફોર્મ મહેકમ શાખામાંથી તેમજ ફોર્મની નકલ મહાનગરપાલીકાની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે. ફોર્મ ું સ્થળૅં- આસી.મેનેજરશ્રી,મહેકમ શાખા, બીજો માળ, રૂમ નં.-૧, ઢેબર રોડ, એસ.ટી.સ્ટેન્ડની બાજુમાં, રાજકોટ-૩૬૦૦૦૧ ના સરનામે નિયત ફોર્મટમાં જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલો સહ તા.૨૧ થી તા.૩૦ સુધીમાં કચેરી સમય (સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦ સુધીમાં) મળે તે રીતે મોકલવાના રહેશે.

સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે. એપ્રેન્ટીસશીપનો સમયગાળો પુર્ણ થયેથી આપોઆપ છુટા થયેલ ગણાશે તેમજ અગાઉ એપ્રેન્ટીસશીપ પૂર્ણ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહિ તેમ તંત્રની સતાવાર યાદીમાં જણાવાયુ છે.

(4:00 pm IST)