Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

પાણી ચોરી ચેકીંગ ઝુંબેશ : ડાયરેકટ પમ્પીગમાં ૮૪ ઝડપયા : ૩૫ મકાન ધારકોની મોટર જપ્તઃ રૂ. ૧.૪૩ લાખનો દંડ વસુલ્યો

શહેરના ત્રણેય ઝોનના વિવિધ વિસ્તારમાં પાણી ચોરી ચેકીંગ ટીમનો સપાટો

રાજકોટ,તા.૨૧: મ્યુનિ.કોર્પોરેશન દ્વારા  ગેરકાયદેસર ભૂતિયા નળ કનેકશન જોડાણ, ડાયરેકટ પમ્પીંગ, મોટર દ્વારા પાણી ખેંચતા મોટર જપ્તી, પાણીનો બગાડ વિગેરેની ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવતા શહેરનાં ત્રણેય ઝોનનાં વિવિધ વિસ્તારમાંથી ૮૪ મકાનધારકો ડાયરેકટ પમ્પીંગ  કરતા ઝડપાયા હતા. કુલ રૂ.૧.૪૩ લાખનો દંડ વસુલવામાં આવ્યો છે.  આ અંગે તંત્રની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ  ઈસ્ટ ઝોન, વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં પાણી ચેકીંગની ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ ઝુંબેશ દરમ્યાન તારીખ ૧૦ થી તારીખૅં ૧૭ એપ્રિલ સુધીમાં કુલ ૧૧ ગેરકાયદેસર ભૂતિયા નળ કનેકશન પકડવામાં આવેલ હતા. ડાયરેકટ પમ્પીંગ કરતા ૮૪ કિસ્સા સામે આવેલ હતા. ૩૫ આસામીઓ સામે મોટર જપ્તી અને નોટીસ જેવા પગલાં લેવામાં આવેલ હતા. ત્રણેય ઝોનમાં દંડ પેટે કુલ રૂ. ૧,૪૩,૭૫૦ની રકમ વસુલ કરવામાં આવેલ હતી. જેમાં પાણીનો બગાડ કરતા આસામીઓ પાસેથી અઢીસો અઢીસો રૂપિયા લેખે વસૂલ કરવામાં આવેલા હતા.(૨૮.૫)

(3:59 pm IST)