Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

રાજકોટમાં ટ્રાફિક કોન્ટેબલ અને વોર્ડન પર કાર ચડાવવાનો પ્રયાસ :યુનિ,રોડ પર કારને લોક કરતા ગુસ્સો આસમાને પહોંચ્યો

પોતાની જાતે જ બે વાર લોક તોડ્યા : પરિવારને કારમાંથી નીચે ન ઉતરવાનું કહી ટોઇંગમાં ગયેલી કારને જબરદસ્તી નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો

રાજકોટ: શહેરમાં પોલીસનો કોઈ ભય રહ્યો ના હોય એમ કાર ચાલકની દાદાગીરીની ઘટના બહાર આવી છે રસ્તામાં પડેલી કારને પોલીસે લોક કરતા કાર ચાલકે પોલીસ સાથે બેહૂદુ વર્તન કરી ટ્રાફિક કોન્સ્ટેબલ અને વોર્ડન પર કાર ચઢાવવાનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા.

   મળતી વિગત મુજબ શહેરના યુનિવર્સિટી રોડ પર રસ્તામાં પડેલી કારને પોલીસે લોક કરી હતી. જેને લઈને કાર માલિક વિફર્યો હતો અને પોતાની જાતે બે વખત કારના લોક તોડ્યા હતા. તેમજ ટ્રાફિક કોન્સ્ટેબલ અને વોર્ડન પર કાર ચઢાવવાનો પ્રયાસ કરીને જાહેરમાં પોલીસ પર રોફ જમાવ્યો હતો. ઉપરાંત પરિવારને કારમાંથી નીચે ન ઉતરવાનું કહી ટોઇંગમાં ગયેલી કારને જબરદસ્તી નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. જો કે અંતમાં પોલીસ દ્વારા આકરૂ વલણ અપનાવી કાર ટોઇંગ કરી લઇ જવામાં આવી હતી.

(9:24 pm IST)