Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

કોરોના વકર્યોઃ ૬ મહિલાઓ અને ૯ પુરૂષો સંક્રમિત

શહેરના ૧પ થી ૮૧ વર્ષ સુધીના ૧પ લોકોનો ગઇકાલે રિપોર્ટ પોઝીટીવ આવતા ફફડાટ

રાજકોટ, તા., ૨૨: શહેરમાં મિશ્ર વાતાવરણ વચ્‍ચે કોરોનાએ પણ માથુ ઉંચકયું છે. ગઇકાલે રાજકોટમાં ૧પ કોરોના કેસ નોંધાતા ફફડાટ વ્‍યાપી ગયો છે. જેમાં ૬ મહિલાઓ અને ૯ પુરૂષો સંક્રમીત બન્‍યા છે. જેમાંથી કોઇની પણ ટ્રાવેલીંગ હીસ્‍ટ્રી કે અન્‍ય કોરોના દર્દી સાથે સંપર્કમાં નથી આવ્‍યા માત્ર એક વ્‍યકિતએ કોરોના રસી એક પણ ડોઝ લીધો નથી.

ગઇકાલે શહેરના માટેલ સોસાયટીની ૪૦ અને ૧૬ વર્ષીય મહિલાઓ, ઘનશ્‍યામનગરના પ૬ વર્ષીય પુરૂષ સમૃધ્‍ધી સોસાયટીના ૪૦ વર્ષીય પુરૂષ, વિજય પ્‍લોટના ૪૦ વર્ષીય મહિલા તથા એક પણ કોરોના રસીના ડોઝ ન લીધેલ રેલનગરના પ૦ વર્ષીય મહિલા સંક્રમીત બન્‍યા છે.

ઉપરાંત ૧૫૦ ફુટ રીંગ રોડ પરના ૬૬ વર્ષીય પુરૂષ, જાગનાથ પ્‍લોટના પ૧ વર્ષીય પુરૂષ, રેલનગરના ૩૧ વર્ષીય પુરૂષ, કાલાવડ રોડ પરના પ૯ વર્ષીય પુરૂષ, ૧પ૦ ફુટ રીંગ રોડના ૧૫વર્ષીય મહિલા તથા ૪૦ વર્ષીય પુરૂષ, માસ્‍તર સોસાયટીના ૮૧ વર્ષીય પુરૂષ, માધાપરના પ૩ વર્ષીય મહિલા તથા સૌરાષ્‍ટ્ર કલા કેન્‍દ્રના ૭૨ વર્ષીય પુરૂષ સંક્રમીત બન્‍યા છે.

(3:18 pm IST)