Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ જોડી ટ્રેનોમાં કાયમી ધોરણે લાગશે વધારાનો ફર્સ્ટ એસી કોચ

રાજકોટ : મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ જોડી ટ્રેનોમાં કાયમી ધોરણે એક વધારાનો ફર્સ્ટ એસી કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
1)  ટ્રેન નંબર 22939/22940 હાપા-બિલાસપુર સુપર ફાસ્ટ એક્સપ્રેસ માં હાપાથી 01.04.2023 થી અને બિલાસપુર થી 03.04.2023 થી.
2)  ટ્રેન નંબર 19575/19576 ઓખા-નાથદ્વારા એક્સપ્રેસ માં ઓખાથી 05.04.2023 થી અને નાથદ્વારા થી 06.04.2023 થી.
3)  ટ્રેન નંબર 12949/12950 પોરબંદર-સાંતરાગાચી સુપર ફાસ્ટ એક્સપ્રેસ માં પોરબંદરથી 07.04.2023 થી અને સંત્રાગાચી થી 09.04.2023 થી.
સુનિલ કુમાર મીના,સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર,પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝનની યાદીમાં જણાવાયું છે .

   
(6:43 pm IST)