Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

રાજકોટ તાલુકો ઇ-શ્રમ કાર્ડ કાઢવામાં દેશમાં સૌથી મોખરે

રાજકોટ :  રાજકોટ તાલુકા પંચાયત દ્વારા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટેના લાભદાયી કાર્ડ ઓનલાઇન કાઢવાની કામગીરીની ઝલક.

રાજકોટ, તા. રર : કલેકટર અરૂણ મહેશ બાબુ અને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તથા પ્રાંત અધિકારીના સુચના તળે તાલુકા પંચાયતના તમામ પદાધિકારી સાથે સંકલનમાં રહી અસંગઠિત ક્ષેત્રોના મજુરો માટેના ઇ-શ્રમ કાર્ડ કાઢવામાં રાજકોટ તાલુકા પંચાયત દ્વારા ૪૦૦૦૦ કાર્ડ કાઢી માત્ર ગુજરાત નહીં પણ રાષ્‍ટ્રીય કક્ષાએ પર તાલુક કક્ષામાં ક્રમાંક -૧ પ્રાપ્ત કરેલ છે.

આ કાર્ડ દ્વારા મૃત્‍યુ વીમો ર લાખ અને અકસ્‍માત વીમો ૧ લાખ મળવા પાત્ર થશે, જે બિલકુલ મફત થશે. આ કાર્ય તમામ તલાટી ક્રમ મંત્રી બીસીઇ અને તાલુકા પંચાયતના તમામ સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ છે તેમ તાલુકા પંચાયતના કારોબારી અધ્‍યક્ષ ચેતન પાણ જણાવે છે.

(3:26 pm IST)