Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ચોરીના ગુનામાં કબજે થયેલ ૧૮કિલો ચાંદી પરત આપવા હુકમ

રાજકોટ તા. રરઃ અત્રે ૩૬ કિલો ચાંદી ચોરીના ગુનામાં કબજે થયેલ મુદામાલ વેપારીને અદાલત પરત સોંપવાનો હુકમ કર્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે આ કામના ફરીયાદી અમીત રમેશભાઇ રાઠોડ દ્વારા આઇ.પી.સી. કલમ-૩૮૦ વિગેરે હેઠળ થોરાળા પોલીસ સ્‍ટેશન રાજકોટ ખાતે ફરીયાદ નોંધાવેલ. જેમાં કુલ ૩૬ કિલો ચાંદી ચોરી થઇ ગયેલ છે તેની પોલીસ દ્વારા તપાસ કરતાં હકીકતે ઉપરોકત ચાંદી ફરીયાદી પાસેથી કબજે કરેલ હતી. જે કુલ ચાંદી પૈકીની ૧૮ કિલો ચાંદીના વેપારી મનુભાઇ લવજીભાઇ સુદાણી નામના વેપારીની હોય તેઓએ વકીલ મારફત મુદામાલ અરજી કોર્ટમાં કરેલ જે અરજી ચાલી જતાં દલીલોને ધ્‍યાને રાખી જજશ્રીએ મુદામાલ ૧૮ કિલો ચાંદી અરજદાર-વેપારી મનુભાઇ લવજીભાઇ સુદાણીને પરત સોંપી આપવાનો હુકમ કરવામાં આવેલ છે.

આ કામમાં વેપારી અરજદાર વતી રાજકોટના યુવા ધારાશાષાી દિપેશ એન. પાટડીયા તથા પ્રતાપભાઇ બારોટ રોકાયેલા હતા.

(3:23 pm IST)