Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

માહિતી અધિકારના કાયદાના ભંગ બદલ ઔદ્યોગીક કચેરીના નિયામકને ર૦ હજારનો દંડ

રાજકોટ તા. રરઃ  રાજયમાં વધતના જતા ઉદ્યોગોમાં કામ કરતાં શ્રમીકોના શારીરિક સલામતી માટે રાજય સરકાર દ્વારા ઔદ્યોગીક સલામતી અને સ્‍વાસ્‍થ વિભાગનું મોટું તંત્ર એસ્‍ટાબ્‍લીશ કરેલ છે પરંતુ તેની કામગીરી અને ગતીવીધીથી કામદારોને જે લાભો મળવા જોઇએ તે મળતા નથી.

સૌરાષ્‍ટ્ર મજૂર મહાજન સંઘ, રાજકોટનાં પ્રધાનમંત્રી શ્રી દિલીપભાઇ ઠાકરે નિયામકશ્રી ઔદ્યોગીક સલામતી અને સ્‍વાસ્‍થની કચેરી, અમદાવાદ પાસેથી ઔદ્યોગીક એકમોમાં કામગીરી કરતા દરમ્‍યાન અકસ્‍માતોથી શ્રમીકોના થયેલા કમોતની તપાસની માહિતી માંગેલ તે બદ માહિતિ માટે રૂા. ૪૧૪/-ની રકમ પણ માગ્‍યા મુજબની રોકડ જમા કરાવ્‍યા પછી પણ માહિતિ નહીં અપાતા શ્રી દિલીપભાઇ ઠાકર દ્વારા ગુજરાત માહિતિ આયોગ ગાંધીનગર સમક્ષ અપીલ કરેલ જેમાં માંગેલ દાદ તથા મૌખીક રજુઆત બાદ રાજય માહિતિ કમીશ્‍નરશ્રી માન. શ્રી વિરેન્‍દ્ર પંડયાએ બી. વી. રાવલ જાહેર માહિતિ અધિકારી, મદદનીશ નિયામક, ઔદ્યોગકી સલામતી અને સ્‍વાસ્‍થની કચેરી, અમદાવાદને વિલંબથી માહિતિ આપેલ હોવાનું ઠરાવી તથા માહિતિ પુરી પાડવામાં અવરોધ ઉભો કરેલ હોવાનું ઠરાવી જાહેર માહિતિ અધિનિયમ-ર૦૦પ ની કલમ ૭(૧) નાં ભંગ બદલ કલમ ર૦(૧) હેઠળ રૂા. ર૦,૦૦૦-૦૦ નો દંડનો હુકમ ફરમાવ્‍યા ઉપરાંત મજકુર દંડની રકમ તેના પગારમાંથી કપાત કરવા ફરમાવી માહિતિની નકલો માટે જમા લીધેલ રૂા. ૪૧૪/- પણ અરજદાર દિલીપભાઇ ઠાકરને પરત કરવા હુકમ ફરમાવી હુકમની નકલ અધિક મુખ્‍ય સચિવશ્રી, શ્રમ અને રોજગાર વિભાગ, ગાંધીનગર તથા નિયામકશ્રી, ઔદ્યોગકી સલામતી અને સ્‍વાસ્‍થની કચેરી, અમદાવાદને મોકલવા કરેલ છે. આ હુકમથી આર.ટી.આઇ. એકટીવીસ્‍ટોમાં આનંદની લાગણી ફેલાવા પામી છે.

(3:06 pm IST)