Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ચાલો આપણે સૌ સાથે મળીને પાણીને બચાવીએ

૨૨ માર્ચ‘‘વર્લ્‍ડ વોટર ડે''

સમગ્ર વિશ્વમાં વર્લ્‍ડ વોટર ડે દર વર્ષે ૨૨ માર્ચના દિવસે મનાવવામાં આવે છે. ઇ.સ.૧૯૯૪માં સંયુકત રાષ્‍ટ્રસંઘની સાધારણ સભાએ ૨૨ માર્ચને વિશ્વ જળ દિવસ તરીકે જાહેર કરેલ છે.

ગોંડલના રાજા ભગવતસિંહજી રચિત ગ્રંથ ભગવદગોમંડલમાં પાણીની વ્‍યાખ્‍યા સમજવા જેવી છે. પાણી, જળ પીવાના ઉપયોગમાં આવતો જીવના આધારરૂપ સ્‍વાદ, ગંધ અને રંગ રહિત એક પ્રવાહી તથા પારદર્શક પદાર્થ, પીવાનું કુદરતી પ્રવાહી, ઉદક, નીર, સલિલ જાણકારો કહે છે કે  પાણી પીતા આવડે તો એ અમૃત છે. પણ પીતા ન આવડે તો એ ઝેર છે. પાણીએ જીવનનું અણમુલું દ્રવ્‍ય છે. શરીરના બાંધામાં ઉપયોગી ગણાતા મુખ્‍ય પાંચ માહેનું એ એક દ્રવ્‍ય છે. જેમ શરીરને જીવંત રાખવા માટે પાણી એક મુખ્‍ય અંગ છે. તેમ જ શરીરમાં અનેક દર્દો ફેલાઇ મૃત્‍યુને આરે પહોંચાડનાર પણ પાણી જ છે, જો તે શુદ્ધ ન હોય તો.

આપણે સૌ આજથી આપણાથી પાણી બચાવવાની શુભ શરૂઆત કરીએ, પૈસા, ધનએ બધુ તો બાળકો માટે તેનું કરીશું પણ તેને જીવવા માટે પાણી નહી હોય તો તેના અસ્‍તિત્‍વનું પણ જોખમ છે.

(૧) રોજ કપડા ધોવાને બદલે બે દિવસે ભેગા કરીને ધોવાનું વિચારો જેથી વેસ્‍ટ પાણીને અન્‍ય કામો જેવાકે જાજરૂ સાફ કરવામાં પાણી ઉપયોગ લઇ શકાય(૨) નાહવાની ડોલમાં ટબની સાઇઝ નાના ગ્‍લાસમાં પાણી આપી શકાય, પુછીને આપવું, જગથી આપવું જેથી સાફ પાણી ફેંકી ન દેવું પડે. (૪) બ્રશ કે દાઢી કરતી વખતે ગેંડીનો નળ ચાલુ ન રાખવો, પાણી ભરેલ ટમ્‍બલર રાખો (૫) પીવાના પાણીના માટલા પાસે, પાણિયારા પાસે ડોલ મુકી વધારાનું પાણી ગટરમાં જવા  દેવાને બદલે ડોલમાં નાખો જે પાણી પોતું કરવામાં, બગીચામાં વૃક્ષોને પાવા માટે પામશે. (૬) ઉનાળામાં બે-ત્રણ વખત સ્‍નાન કરવાને બદલે સ્‍પંજ કરો (૭) કાર, સ્‍કુટર ધોવાને બદલે ભીના પોતાથી સાફ કરો, પાણીની નળીથી ગાડી સાફ કરો નહી. (૮) સંડાસમાં ઘણા લોકો પાણીની નળી મુક દેતા હોય છે, સેફટી ટેન્‍ક સાફ કરવાના હેતુથી તે નુકશાનકર્તા છે. (૯) ટપકતા નળોને તાત્‍કાલીક રીપેર કરાવવા એક નળમાંથી એક દિવસના અંતે અઢાર લીટર પાણીનો વ્‍યય થાય છે. મોટાભાગના ફલેટમાં સમાધાન થતા નથી (૧૦) ખેતીવાડીમાં ખુલ્‍લા ધોરીયાથી પિયત કરવાને બદલે ડ્રીપ ઇરીગેશન કે અન્‍ડર ગ્રાઉન્‍ડ પાઇપ પાથરીને ખેતીમાં પાણીનો ઉપયોગ કરવો. (૧૧) વરસાદના પાણીને સામુહિક બધા જ સાથે મળીને બોર, કુવા કે ભુગર્ભ ટાંકાઓ પાણીથી ભરીએ, વહી જતા પાણીને જમીનમાં ઉતારીએ (૧૨) પીવાના પાણીને ઉકાળીને જંતુ રહિત કરવું પછી જ પીવા માટે ઉપયોગમાં લેવું (૧૩) ગટરના પાણીએ ખુલ્‍લા ન છોડતા ભુગર્ભ પાઇપ લાઇન અથવા સોસ ખાડા કે હજમ બનાવી નકામાં પાણીને જમીનમાં ઉતારીએ (૧૪) આર.ઓ.મશીનના વેસ્‍ટ પાણીનો અન્‍ય કામોમાં ઉપયોગ કરો.(૧૫) શાવરને બદલે બાલ્‍ટી ભરીને નહાવાથી ૮૦% પાણી બચે છે. દેશના ૨૦% લોકો આમ કરશે તો દરરોજ ૬૨૫ કરોડ લિટર પાણી બચશે.(૧૬) જમવામાં ઓછા વાસણોનો ઉપયોગ કરો, યુઝ એન્‍ડ થ્રો ડીસો વાપરો, જરૂરીયાત હોય ત્‍યાં (૧૭) પાણીનો રીયુઝ ફરી ઉપયોગમાં આવે તેવા પ્રયત્‍નો કરવા (૧૮) મકાન ધોવા માટે પાણીની નળીને બદલે પોતુ વાપરી પાણીને બચાવીએ (૧૯) દરેક ઘરે પાણીના મીટર હોવા જોઇએ જેથી જરૂરીયાત પુરતો જ ઉપયોગ કરે અને કરકસર કરવાની ઇચ્‍છા થાય. (૨૦)મોટી મોટી ફેકટરીને ઉભી કરતા પહેલા ચેક ડેમોને બનાવે, પાણીનો સંગ્રહ હશે તો ઉપયોગ કરી શકાશે. (૨૧) નદીના શુધ્‍ધ પાણીને બચાવીએ, ઘર વપરાશના પાણીનો નિકાલ સાઇડમાં ગટરો બનાવી પસાર કરીએ, જેથી સાદુ પાણી ખરાબ ન થાય.(૨૨) સાડી ઉદ્યોગના કારખાનાઓ કે કેમિકલ વાળા કારખાનાઓ વેસ્‍ટ પાણી બહાર કાઢે છે તેની સામે કડક કાર્યવાહી થવી જોઇએ. લોકોએ સંગઠીત થઇ વિરોધ કરતા શીખવું પડશે. આમ ઉપરોકત બાબતોને જીવનમાં એક યા બીજા પ્રકારે અમલ કરવાનો પ્રયત્‍ન કરીએ. તેથી જ કહેવાયુ છે કે ‘સેવ વોટર, વોટર સેવ યોર લાઇફ'

 માકડિયા બિપીનકુમાર નાથાલાલ

રાજય પારિતોષિક વિજેતા-૨૦૧૫(શ્રેષ્‍ઠ શિક્ષક) મો. ૯૪૨૭૨ ૩૮૨૪૨

(4:49 pm IST)