Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

પાણીનો બગાડ - ચોરી સબબ ૬૬ ઘરધણીઓ પાસેથી ૭૫ હજારનો દંડ વસુલાયો

છેલ્લા એક સપ્તાહમાં ૬ ભૂતિયા નળ અને ડાયરેકટ પમ્પીંગના ૬૦ કિસ્સા ઝડપાયા

રાજકોટ તા. ૨૨ : મ્યુ. કોર્પોરેશન દ્વારા પાણીનો બગાડ અને ચોરી કરનારાઓ પાસેથી આજ સુધીમાં કુલ ૭૫ હજારના દંડની વસુલાત કરાઇ છે.

આ અંગે સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેકશન અને ડાયરેકટ પમ્પીંગનાં કિસ્સાઓણી તપાસ ઉપરાંત પાણીનો બગાડ કરતા આસામીઓ સામે પણ પગલાં લેવામાં આવી રહયા છે. જેમાં તા. ૧૩-૩-૨૦૧૯ થી તા. ૨૦-૩-૨૦૧૯ દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાની ટીમો દ્વારા શહેરમાં હાથ ધરાયેલ ચેકિંગ દરમ્યાન ડાયરેકટ પમ્પીંગનાં ૬૦ કિસ્સા અને ૬ ભૂતિયા નળ જોડાણ ઝડપાયા હતાં. ડાયરેકટ પમ્પીંગ અને ભૂતિયા નળ જોડાણ ઉપરાંત પાણીનો બગાડ કરનારા લોકો પાસેથી કુલ મળીને રૂ.૭૫,૫૧૦નો દંડ વસૂલ કરાયો હતો.

દરમિયાન આ સપ્તાહ દરમ્યાન શહેરના ત્રણેય ઝોનમાં કુલ ૭૮૩૩ મકાનોમાં ચેકિંગ કરાયું હતું. આ દરમ્યાન ડાયરેકટ પમ્પિંગનાં ૨૩ કિસ્સાઓમાં ઇલેકિટ્રક મોટર જપ્ત કરી સંબંધિત આસામીઓને નોટીસ ઇસ્યુ કરવામાં આવી હતી. ભૂતિયા નળ જોડાણ કાપી નાંખવામાં આવ્યા હતાં. જયારે ડાયરેકટ પમ્પિંગનાં કિસ્સાઓમાં પ્રત્યેક આસામી પાસેથી બબ્બે હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

(3:48 pm IST)