Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ટી.વાય. અને પી.જી.ના વિદ્યાર્થીઓને વિદાયમાન

 ફિલ્ડ માર્શલ તથા ગોવાણી કન્યા છાત્રાલયમાં ટી.વાય. તથા પી.જી.માં અભ્યાસ કરતા છાત્રોને વિદાયમાન આપવા એક શુભેચ્છા સમારોહ ગોઠવવામાં આવ્યો હતો. પ્રારંભમાં ભુમિ અમૃતિયાએ પ્રાર્થના રજુ કરી હતી. સંસ્થાના પ્રમુખ ચંદુભાઇ કણસાગરાના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સમારોહમાં જિલ્લા અધિક કલેકટ તથા સિદસર મંદિરના મંત્રી જયેશભાઇ પટેલ તથા પ્રો.ડો. જે. એમ. પનારાએ પ્રાસંગીક ઉદ્દબોધન કરેલ. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પરસોતમભાઇ ફળદુએ વિદાય લેતી છાત્રાઓને શુભેચ્છા પાઠવી હતી. રબારા ખુશ તથા ઘેટીયા માધુરીએ હોસ્ટેજી જીવનના અનુભવો અહીં વર્ણવ્યા હતા. ખડસલીયા દિપીકાએ પ્રસંગને અનુરૂપ વિદાય ગીત રજુ કરેલ. દરમિયાન ૨૦૧૮-૧૯ ના હોસ્ટેલના બેસ્ટ સ્ટુડન્ટ તરીકે ભાલોડીયા ખ્યાતી નારાણભાઇ (એમ.બી.એ., ફિલ્ડ માર્શલ કન્યા છાત્રાલય) અને રીતુ રજનીકાન્તભાઇ (ટી.વાય.બી.એ. ગોવાણી કન્યા છાત્રાલય) ને મહાનુભાવોના હસ્તે શિલ્ડ આપી સન્માનીત કરાયા હતા. યોગાસનમાં રાષ્ટ્રીય કક્ષાની સિધ્ધી મેળવનાર ઘેટીયા માધુરી નિતીનભાઇ (એમ.એસ.ડબલ્યુ ગોવાણી છાત્રાલય) ને પણ શિલ્ડ આપી સન્માનીત કરવામાં આવેલ. અંતમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પરસોતમભાઇ ફળદુની ૭૫ વર્ષની જીવન યાત્રાના મુખ્ય પ્રસંગો પરથી બનેલ ડોકયુમેન્ટરી નું નિદર્શન કરાય ુ હતુ. સમારોહમાં નરોતમભાઇ કણસાગરા, વસંતભાઇ ભાલોડીયા, ગૌતમભાઇ ધમસાણિયા, ધર્મેન્દ્રભાઇ ફળદુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રેકડટર ક્રિષ્નાબેન, ડો. સુમિત્રાબેન, અનસુયાબેન, ભુમિદીદી અને કાન્તિભાઇએ જહેમત ઉઠાવી હતી.

(3:45 pm IST)