Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

રોટરી કલબ દ્વારા પ્રતિભાવંત મહિલાઓનું સન્માન

 વિશ્વ મહિલા દિવસ નિમિતે રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન દ્વારા વિશેષ મહિલાઓનું બહુમાન કરવામાં આવ્યુ હતુ. એમ.એ. બી.એડ્. ની પદવી ધરાવતા શૈફાલીબેન તક્ષભાઇ મિશ્રા કે જેઓ નિરાધાર બાળકોને ભણાવવાની જવાબદારી એક માતાની જેમ અદા કરી રહ્યા છે. તેઓનું સન્માનીત કરવામાં આવેલી. એજ રીતે જે. જે. કુંડલીયા કોલેજના અધ્યાપિકા તરીકે છેલ્લા ૩૦ વર્ષથી કાર્યરત અને રાજય, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સોમાં એવોર્ડ મેળવીજનાર ડો. સ્મિતાબેન ઝાલનું પણ બહુમાન કરવામાં આવેલ. નેચરોપથી ક્ષેત્રે નોંધનીય કાર્ય કરી એવોર્ડ મેળવનાર માધવીબેન પાઠકને પણ સન્માનીત કરાયા હતા. કમાન્ડ કંટ્રોલમાં ફરજ બજાવી શહેરની ટ્રાફીક સમસ્યાને મેઇનટેઇન કરતા પાયલ ગોંડલિયા તેમજ જંગલેશ્વરમાં ગૌ હત્યા અટકાવવાની બહાદુરી દાખવનાર રામાનુજ રાધિકા ચંદ્રકાન્તભાઇ તેમજ ખુંન લુટની વેતરણમાં રહેલ ખુંખાર આરોપીઓને પકડી પાડવાની બહાદુરી દાખવનાર પી.એસ.આઇ. ધર્મિષ્ઠાબેન ધાંધલીયાને આ સમારોહ દરમિયાન સન્માનીત કરાયા હતા. આ છ બહેનોને શાલ ઓઢાડી સર્ટીફીકેટ એનાયત કરાયા હતા. શીતલબેન અધેરા (પટેલ) અને ગ્રુપ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરાયો હતો. વિક્રમભાઇ સંઘાણીની સેવાઓની નોંધ લઇ તેમનું પણ સન્માન કરાયુ હતુ. સમગ્ર સમારોહને સફળ બનાવવા કલબ પ્રેસીડેન્ટ અશોકભાઇ ભટ્ટ અને ટીમે જહેમત ઉઠાવી હતી. સંચાલન પાસ પ્રેસીડેન્ટ ડો. બાનુબેન ધકાણે કરેલ.

(3:40 pm IST)