Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

રૂ.૧૧.૫૦ લાખની છેતરપીંડીના કેસમાં આરોપી સંજીવ અગ્રવાલની ચાર્જશીટ બાદ જામીન અરજી રદ્દ

આર્થિક પ્રકારના ગુનામાં કોર્ટ દ્વારા કડકાઇથી કામ લેવામાં ન આવે તો દેશનું અર્થતંત્ર ભાંગે, આરોપીનો ગુનો હળવાશથી ન લઇ શકાય

રાજકોટ : તા.૨૨, અહિંના સંત કબિર રોડ ગોવિંદભાઈ શાક માર્કેટ પાસે રહેતા જયેશભાઈ નથુભાઈ ઢોલરીયા આજીડેમ રીંગ રોડ સામે શ્રીહરી ઈન્ડ્રસ્ટ્રીઝ ઝોન-૧, શે.નં. ૭ ની સામે પ્લોટ નં. ૯૭ માં શ્રી સતગુરૂ એન્ટરપ્રાઈઝના નામની પેઢીમાં કોલસા લે-વેચનું ધંધો કરે છે.

  ભાવનગર મામસા પાટીયા પાસે આવેલ ''માં ભગવતિ કોક પ્રા.લી.'' જે પેઢીના માલીક/વેપારી સંજીવ કલાપ્રસાંદ અગ્રવાલ સાથે કોલસો લે-વેચનો ધંધો કરતા હતા ફરીયાદી જે કોલસાનો ઓર્ડર આપતા હતા તે માલ ના પૈસા જયેશભાઈ નથુભાઈ ઢોલરીયા ફરીયાદી એ એડવાન્સમાં માં ભગવતિ કોક પ્રા. લી. ના નામે આર.ટી. જી. એસ બેંક દ્વારા કરતા હતા ત્યારબાદ કોલસાનો મોકલશુ તેવું આરોપી જણાવતા હતા.

 જયેશભાઈ નથુભાઈ ઢોલરીયા એ   ''માં ભગવતિ કોક પ્રા.લી.'' સંજીવ કૈલાસપ્રસાદ અગ્રવાલ ને બેંક ઓફ ઈન્ડીયા બેડીપરા શાખા, રાજકોટ થી આર.ટી.જી.એસ. મારફત અલગ અલગ તારીખ થી રૂ. ૧૧, ૫૦, ૭૧૪– કોલસો ખરીદમાટે એડવાન્સ રૂપિયા ચુકવેલ હતા. ''માં ભગવતિ કોક પ્રા.લી.'' કમ્પની બંધ કરેલ હોય. તેથી અનેક વાર ફરીયાદી ધ્વારા આરોપી સંજીવ કૈલાસપ્રસાદ અગ્રવાલ પાસે અવાર નવાર સંપર્ક કરવાની કોશીસ કરતા હતા પરંતુ સંપર્ક થતો નહિ અને એડવાન્સ લીધેલ રકમ રૂ. ૧૧, ૫૦,૭૧ ૪/- આરોપી વેપારી સંજીવ કૈલાસપ્રસાંદ અગ્રવાલ કોલસાનો માલ મોકલાવેલ નહિ અને ૨કમ પરત કરેલ નહિં. અને ફરીયાદી સાથે છેતરપીડી તથા વિશ્વાસધાત કરેલ હોય જેથી ફરીયાદી જયેશભાઈ એ થોરાળા પો.સ્ટેશનમાં આરોપી સંજીવ કૈલાસપ્રસાદ અગ્રવાલ ની સામે આઈ.પી.સી.ની કલમ ૪૦૬,૪૨૦,૪૦૯ મુજબ ફરીયાદી કરેલ હોય તેમાં તપાસ કરતા પોલીસ અમલારે આરોપી ની ધરપુકડ કરેલ, આરોપી કોર્ટ સમક્ષ રજુ કરતા નામ. કોર્ટે એ આરોપી ને જેલ હવાલે કરેલ.

ત્યારબાદ થોરાળા પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ.શ્રી પી.ડી.જાદવ નામ કોર્ટ માં ચાર્જશીટ રજુ કરેલ. ત્યારબાદ સંજોગો બદલાયેલ તેવું જણાવીને ફરીવા૨ આરોપી એ ચાર્જસીટ બાદ જામીન અરજી ગુજ૨તા જામીન અરજીમાં મુળ ફરીયાદી ના એડવોકેટ સંજયભાઈ પંડયા એ નામ. કોટે ને જણાવેલ કે ! આ રોપીનો ગુનો ઈકોનોમીકલ પ્રકારનો અને ગંભીર આક્ષે પો વાળો છે , ફ૨યાદી એ પેમેન્ટ આ૨.ટી. જી. એસ. કરી એડવાન્સ પૈસા જમા કરાવી ઓર્ડેર આપેલ હોય, અને તે પેટેનો કોલસો મોકલેલ નહિ અને પેમેન્ટ ની પરત માંગણી કરતા પેમેન્ટ પરત કરેલ નહિ વધુમાં આરોપી વિરૂધ્ધ અગાઉ પણ  ભકિત પો.સ્ટેશનમાં કોલસાની છેતરપીંડીનો ગુનો નોંધાયેલ છે. તેમજ સાણંદ પો.સ્ટેશનમાં પણ કરોડાના મિલકતમાં ખોટા દસ્તાવેજો ઉભા કર્યાનો ગુનો હોય. અને કાનપુર ખાતે ૯૭ કરોડ ની જુનો ચલણી નોટો સાથે અન્ય આરોપી સાથે પકડાયેલ છે જેથી આરોપીનું ગુનાહિત માનશ હોય

નામ.કોર્ટે એ જણાવેલ કે, હાલના આરોપી વેપારી છે તેમની વિરૂધ્ધ અગાઉ પણ આર્થિક ગુનો નોધાયેલ હોવાનું જણાય આવે છે. કલમ ૪૦૯ ની જોગવાઈ ધ્યાને લેતા આવી વ્યકિતઓ જો વિશ્વાસ ભંગ કરે તો તેનાથી એક ગંભીર અને જાહેર આફત પેદા થાય છે વ્યાપારિક વ્યવહાર ને પણ લાગુ પાડી શકાય તેવો પ્રથમ દર્શનીય પુરાવો આ કેસના રેકર્ડ ઉપર છે.આરોપી આર્થિક ગુના કરવા માટે ટેવાયેલ હોવાનું પ્રથમ દર્શનીય રીતે જણાય આવે છે. આર્થિક પ્રકાર ના ગુનામાં કોર્ટે ધ્વારા કડકાઈથી કામ લેવામાં ન આવે તો દેશનું અથતંત્ર ભાંગે આરોપી સામે હાલનો ગુનો હળવાશ થી લઈ શકાય નહિ. તેવું ઠરાવીને એડી.સેસન્સ જજ શ્રી એમ.એસ. રાવલએ જામીન અરજી નામંજુર (૨દ્) કરવામાં આવેલ હોય.

 સરકાર પક્ષે કમલેશભાઈ ડોડીયા એડવોકેટ તેમજ મુળ ફરીયાદી ત૨ફે

(3:31 pm IST)