Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ગુજરાત સ્ટેટ ટ્રેપ શુટીંગ ચેમ્પીયનશીપમાં મયુરસિંહ જાડેજાને ગોલ્ડ-નિલરાજ રાણાને બ્રોન્ઝ

રાજકોટઃ ૩૮ મી ગુજરાત સ્ટેટ ટ્રેપ શુટીંગ ચેમ્પીયનશીપ ક્રાઉન શુટીંગ એન્ડ સ્પોર્ટસ એકેડમી ગાંધીનગર કે જે આઇએસએસએફ  (ઇન્ટરનેશનલ શુટીંગ સ્પોર્ટસ ફેડરેશન)માન્યતા પ્રાપ્ત શોટગન શુટીંગ રેન્જ છે. આ સ્પર્ધા ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસીએશન દ્વારા યોજવામાં આવી. આ ચેમ્પીયનશીપમાં ઓલમ્પીક ઇવેન્ટસ સીંગલ ટ્રેપ, ડબલ ટ્રેપ અને સ્ક્રીટની સ્પર્ધા વિવિધ કેટેગરીમાં યોજાઇ હતી. જેમાં રાજયભરના રર૮ શુટરોએ ભાગ લીધો હતો.

સ્કીટ શુટંીગ સર્વપ્રથમવાર રમાડવામાં આવી અને એનઆર સીનીયર પુરૂષોની કેટેગરીમાં રાજકોટના શ્ર મયુરસિંહ જાડેજાએ ર૮/પ૦નો સ્કોર કરી ગોલ્ડ મેડલ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું તથા શ્રી નિલરાજ રાણા (રાજકોટ) મો.૯૪ર૮ર ૭૧૪૧૩ શ્રી શિવભદ્રસિંહ જાડેજા (ગોંડલ) અને શ્રી આમીર ભાવનગરી (અમદાવાદ) ની ટીમએ આઇએસએસએફ ડબલ ટ્રેપ સીનીયર પુરૂષો ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો તથા શ્રી મયુરધ્વજસિંહ પરમાર (જામનગર) એ એાઆર-સીનીયર પુરૂષોની સીંગલ ટ્રેપ ઇવેન્ટમાં ર૭/૫૦ તથા ડબલ ટ્રેપ ઇવેન્ટમાં ર૩/૬૦નો સ્કોર કરી બંને ગેઇમ ઇવેન્ટમાં એસ્પાઇરીંગ શુટર કેટેગરીમાં પ્રવેશ કર્યો હતો તેમ યાદીમાં જણાવાયું છે.

(3:30 pm IST)