Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જી.પી.એસ.સી કલાસ-૧ અને ૨ ની પરિક્ષાના વિકેન્ડ કોચીંગ વર્ગોનું આયોજન

રાજકોટ તા ૨૦ :  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સી.સી.ડી.સીના માધ્યમથી સૌરાષ્ટ્ર વિસ્તારના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અનેક વખત રેકોર્ડબ્રેક સફળતા મારફત સરકારી નોકરીઓ મેળવી છે. સી.સી.ડી.સી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મારફત ૩૦ થી ૩૦૦ કલાકના નીયમીત તાલીમ વર્ગો મારફત જી.પી.એસ.સી ગુજરાત ગોૈણ સેવા, તલાટી, શિક્ષક અભિયોગ્યતા કસોટી, આઇ.બી.પી.એસ. સ્ટાફ સિલેકશન વગેરે રાજય તેમજ કેન્દ્ર કક્ષાની મહતમ પરીક્ષાઓની તાલીમ નિષ્ણાંત તજજ્ઞો રાઉન્ડ ધી કલોક આયોજનો, સમૃદ્ધ લાયબ્રેરી અને સમયાંતરે સચોટ કાર્યશાળાના આયોજનથી ચલાવવામાં આવે છે. ઉતરોતર તાલીમાર્થીઓ મારફત સીમાચિહ્રન સફળતાઓ પ્રાપ્ત થયેલ છે. સી.સી.ડી.સી. દ્વારા GPSC CLASS 1 & 2 (PRELIMS) નવા ફોરમેટ મુજબ પરીક્ષાર્થીઓને તૈયારી માટે અને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી આગામી ૬ એપ્રિલ ૨૦૧૯ થી જી.પી.એસ.સી કલાસ ૧ અને ૨ ની પરીક્ષાના વિકેન્ડ કોચીંગ વર્ગોનું આયોજન કરવામાં આવેલ છે. સી.સી.ડી.સી. ના માધ્યમથી ઉપરોકત પરીક્ષામાં સફળતા મળે તે પ્રકારે સિલેકટેડ ટોપીક જેેવા કે ઇતિહાસ, સાંસ્કૃતિક, બંધારણ, પંચાયતી રાજ, જાહેરનીતી અને શાસન, ભારતની વિદેશી નીતી, ભારતીય અર્થતંત્ર અને આયોજન, ભુગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાન્ય બોૈદ્ધિક ક્ષમતા અને કરન્ટ અફેર્સની વગેરેની સધન તાલીમ આપવામાં આવનાર છે.

ઉપરોકત તાલીમ વર્ગમાં જોડાવા ઇચ્છતા ઉમેદવારોએ તા.૫ એપ્રિલ ૨૦૧૯ સુધીમાં સી.સી.ડી.સી. બિલ્ડિંગ, ગ્રાઉન્ડ ફલોર, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પાછળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે તેમનું રજીસ્ટ્રેશન ફોર્મ ટોકન શુલ્ક સાથે ૨ પાસપોર્ટ ફોટા, ગ્રેજયુએશન માર્કશીટ, આઇ.ડી. પ્રુફ અને લીવીંગ સર્ટીફીકેટ સાથે લાવવાનું રહેશે. આ તાલીમ વર્ગ માટેનું રજીસ્ટ્રેશન ફોર્મ રૂબરૂ અથવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની વેબસાઇટ પરથી પણ મળી શકશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પરની બેંકના વર્કીગદિવસોમાં જ રજીસ્ટ્રેશન ફી ભરી શકાશે.

(3:29 pm IST)