Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

મનહર સોસાયટીમાં 'અહિ કેમ બેઠો છો?' કહી કિશન વાંજાને છરી ઝીંકાઇ

રણજીત, વિક્રમ અને અર્જૂને ઢીકા-પાટુ પણ માર્યાઃ વચ્ચે પડેલા કિશનના પિત્રાઇ ભાઇ વસંતને પણ છરીથી ઘાયલ કરાયો

રાજકોટ તા. ૨૨:જુના માર્કેટ યાર્ડ સામે મનહર સોસાયટી-૩માં રહેતાં અને છુટક મજૂરી કરતાં કિશન મગનભાઇ બાંભણીયા (ઉ.૨૦) નામના વાંજા યુવાનને ધૂળેટીની રાત્રે સાડા બારેક વાગ્યે ઘર નજીક લોખંડના પુલ પાસે કાકાના દિકરા વસંત ભુપતભાઇ બાંભણીયા સાથે બેઠો હતો ત્યારે માલધારી સોસાયટીના રણજીત રામભાઇ દેવીપૂજક, વિક્રમ દેવીપૂજક અને અર્જૂન દરબારે આવી 'અહિ કેમ બેઠો છો?' કહી ગાળો ભાંડતાં તેને ગાળો દેવાની ના પાડતાં ત્રણેેયે વધુ ગાળો દઇ ઢીકા-પાટુનો માર મારતાં તેમજ રણજીતે છરી કાઢી કમર નીચે થાપામાં ઘા ઝીંકી દેતાં અને કાકાનો દિકરો વસંત વચ્ચે પડતાં તેને પણ ડાબા હાથે ઇજા કરતાં બંનેને સારવાર અપાઇ હતી.

રાડારાડી થતાં હુમલો કરનારા ત્રણેય ભાગી ગયા હતાં. ૧૦૮ મારફત કિશનને સારવાર માટે દવાખાને લઇ જવામાં આવતાં બી-ડિવીઝનના પીએસઆઇ આર. બી. રાજપૂતે હોસ્પિટલે પહોંચી તેની ફરિયાદ પરથી ગુનો નોંધી નાશી ગયેલા ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.

(3:29 pm IST)