Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

પોલીસને બાતમી આપ્યાની શંકાએ ભાવીક સોનીને છરીના ઘા ઝીંકનાર મિલન ઝડપાયો

ગાયત્રીનગર રોડ પર બનાવઃ ભકિતનગર પોલીસે બાવાજી શખ્સને પકડયો

રાજકોટઃ નારાયણનગર મેઇન રોડ પર રહેતા ભાવીક અરવિંદભાઇ રાજપરા (ઉ.વ.ર૩) પરમ દિવસે ગાયત્રીનગર મેઇન રોડ પર ત્રીશુલ ચોકમાં હતો ત્યારે મિલન બાવાજી સહિત બે શખ્સો તેની પાસે આવી મારા પૈસા કયારે પાછા આપીશ અને તુ પોલીસને મારી બાતમી કેમ આપે છે તેમ કહી છરીનો ઘા ઝીંકી ડાબા પડખામાં તથા બેઠકના ભાગે ઇજા કરતા ભકિતનગર પોલીસ મથકમાં ફરીયાદ થઇ હતી. આ બનાવમાં પી.આઇ. વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી. બી. જેબલીયા, પીએસઆઇ બી. બી. કોડીયાતર, હેડ કોન્સ. રણજીતસિંહ પઢારીયા, સલીમભાઇ મકરાણી, વિક્રમભાઇ ગમારા, મહેન્દ્રસિંહ ડોડીયા, કિશોરભાઇ પરમાર, વાલજીભાઇ, ભાવેશભાઇ, દેવાભાઇ, દિવ્યરાજસિંહ, રાજેશભાઇ તથા મનિષભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે રણજીતસિંહ પઢારીયાને મળેલી બાતમીના આધારે મારામારીના ગુનામાં સામેલ મીલન નરભેરામભાઇ ગોંડલીયા (ઉ.વ.ર૬, રહે. ઘનશ્યામનગર શેરી નં.૪, કોઠારીયા રોડ)ને ઘનશ્યામનગર શકિત હોટલ પાસેથી પકડી લીધો હતો. મીલન અગાઉ મારામારી, મનીલેન્ડ તથા તાલુકા પોલીસ મથકમાં રાયોટના ગુન્હામાં પકડાઇ ચૂકયો છે.

(3:28 pm IST)