Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

રંગીલા રાજકોટમાં ધૂળેટીની ઉમંગભેર ઉજવણી

બુરા ન માનો હોલી હૈ... રાજકોટ : 'બુરા ન માનો હોલી હૈ' બસ એટલુ બોલીને ગમે તેને રંગ ઉડાડવાની છુટ આપી દેતો ઉત્સવ એટલે ધૂળેટી! રંગના આ પર્વના રાજકોટવાસીઓએ ઉમંગભેર વધામણા કર્યા હતા. આનંદના ઉન્માદમાં લોકો ચપટી કલરના બદલે કોથળા મોઢે કલર ઉડાડવા નિકળી પડયા હતા. તો કોઇએ પાણીની બૌછારો ઉડાવી હતી. ઉત્સવનો આનંદ સૌએ મનભરને લુંટયો હતો. સવારથી મોડી બપોર સુધી રંગે રમાવ અને રમાડવાની ભાગ દોડ ચાલુ રહી હતી. શહેરના કોઇપણ માર્ગને પકડો એટલે રંગથી લથપથ જ જોવા મળે. લાલ, લીલા, પીળા રંગોના ઢગલાથી અનોખા ચિતરામણ થઇ ગયા હતા. જો માર્ગો પર આવા ચિતરામણ થયા હોય તો પછી લોકોના ચહેરા તો બાકી ન જ રહ્યા હોય. એક બીજાની સામે જોઇને હસવુ આવે તેવા કાબરચિતરા મોઢા સૌના બની રહ્યા હતા. આવી જ કઇક ઉત્સવની આનંદની પળોમાં મગ્ન યુવાધન વિવિધ તસ્વીરોમાં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:19 pm IST)