Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

પુનિતનગરની ઝૂપડપટ્ટીમાં ધૂળેટીના દિવસે ધારીયા-ધોકાથી ધબધબાટીઃ પાંચ ઘવાયા

દેવીપૂજક પરિવારના અશોક, હસમુખ, દેવરાજભાઇ, નિરૂ અને સામા પક્ષના સંજય અને લાભુબેનને ઇજાઃ જુનુ મનદુઃખ કારણભુત

રાજકોટ તા.૨૨: ગોંડલ રોડ પુનિતનગર ટાંકા પાસે ઝૂપડપટ્ટીમાં રહેતાં દેવીપૂજક પરિવારો વચ્ચે જુના મનદુઃખને લીધે ધુળેટીની સાંજે ધબધબાટી બોલી જતાં એક બીજા પર ધારીયા-ધોકાથી હુમલો કરતાં પાંચને ઇજા થતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ઘાયલોમાં અશોક દેવરાજભાઇ સાડમીયા (ઉ.૨૫), તેના પિતા દેવરાજભાઇ રવજીભાઇ સાડમીયા (ઉ.૪૫), ભાઇ હસમુખ દેવરાજભાઇ સાડમીયા (ઉ.૩૦), હસમુખની પત્નિ નીરૂ (ઉ.૨૫) તથા સામા પક્ષના સંજય માવજીભાઇ સાડમીયા (ઉ.૩૫) અને તેના માતા લાભુબેન માવજીભાઇ સાડમીયા (ઉ.૫૦)ને દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને ધર્મેશભાઇ ડાગરે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. માલવીયાનગરના પીએસઆઇ એ.આર. મલેક અને મશરીભાઇએ અશોક અને રમેશની સામ-સામી ફરિયાદ નોંધી હતી. છોકરાવ બાબતના જુના મનદુઃખમાં આ ડખ્ખો થયો હતો.

(11:50 am IST)