Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

તમંચા સાથે ઝડપાયેલા દેવપરાના ભરત ભરવાડને પાસા તળે જેલમમાં ધકેલાયો

ભકિતનગર પોલીસે વોરન્ટની બજવણી કરી વડોદરા જેલમાં મોકલ્યો

રાજકોટ તા. ૨૨: પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વધુ એક શખ્સને પાસામાં ધકેલી દીધો છે. બે દિવસ પહેલા ભકિતનગર પોલીસે દેવપરા સિંદુરીયા ખાણ પાસે રહેતાં ભરત રમેશભાઇ ડાભી (ઉ.૨૨) નામના રીઢા ગુનેગાર ભરવાડ શખ્સને દેશી તમંચા સાથે પકડી લીધો હતો. આ શખ્સને પાસામાં ધકેલવાની દરખાસ્ત પીસીબીના પી.આઇ. એસ.એન. ગડ્ડુ સહિતની ટીમે મુકતાં તે મંજુર કરી તેને વડોદરા જેલમાં ધકેલવા પોલીસ કમિશનરે હુકમ કરતાં ભકિતનગરના પી.આઇ. વી. કે. ગઢવી, પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, રણજીતસિંહ, વિક્રમભાઇ, પ્રતાપસિંહ, મહેન્દ્રસિંહ, હિરેનભાઇ, સલિમભાઇ, દેવાભાઇ, ભાવેશભાઇ, વાલજીભાઇ, દિવ્યરાજસિંહ, મનિષભાઇ અને રાજુભાઇએ વોરન્ટની બજવણી કરી છે.

(11:46 am IST)