Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં અજાણી મહિલાનું મોતઃ વાલીવારસની શોધખોળ

રાજકોટ તા. ૨૨: સિવિલ હોસ્પિટલમાં મંદિર નજીકથી અજાણી આશરે ૪૦ થી ૪૫ વર્ષની મહિલા બેભાન મળતાં સામાજીક કાર્યકર રમણિકભાઇ પરમારે ઇમર્જન્સી વોર્ડમાં ખસેડી હતી. પરંતુ તેણીનું મોત નિપજ્યું હતું. તેણે કેસરી રંગના કપડા પહેર્યા છે અને હાથમાં પીળી ધાતુની ડિઝાઇનવાળી બંગડી-પાટલા પહેર્યા છે. કોઇ બિમારીથી મૃત્યુ થયાનું તારણ છે. પ્ર.નગરના પીએસઆઇ ડી.વી. બોરીસાગર અને મહેશભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. તસ્વીરમાં દેખાતાં મૃતકના કોઇ વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:43 am IST)