Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ન્યુ સુભાષનગરમાં ૯ વર્ષની ઉર્વશીનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૨: કોઠારીયા રોડ પર ન્યુ સુભાષનગર-૬માં રહેતાં મુકેશભાઇ પીપળીયાની દિકરી વિશ્વા (ઉ.૯) ધુળેટીના દિવસે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. બિમારીથી મૃત્યુ થયાનું બહાર આવ્યું હતું. ભકિતનગરના પીએસઆઇ અને કોન્સ. રામદેવસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. તહેવારના દિવસે જ આ બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(11:43 am IST)