Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

ધો. ૧૦માં અંગ્રેજીનું પ્રશ્નપત્ર પાઠક પુસ્તક આધારીત : સહેલુ

ન્યુ ટેકસબુક -ન્યુ પેપર સ્ટાઇલ મુજબનું પ્રશ્નપત્ર

રાજકોટ, તા. રર :  ગુજરાત  રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલતી ધો. ૧૦ની પરીક્ષામાં આજે અંગ્રેજી (દ્વિતીય ભાષા) નું પ્રશ્નપત્ર  પાઠયપુસ્તક આધારીત સહેલુ નીકળ્યું હતું.

ધો. ૧૦માં અંગ્રેજીનું પ્રશ્નપત્ર નવી પેપર સ્ટાઇલ અને નવી ટેકસબુક આધારિત પ્રથમવાર લેવાયેલ. જેમાં એમસીકયુ એકદમ સહેલા-પાઠયપુસ્ક આધારિત રહેલ જયારે પાર્ટ-રના ૩ નિબંધમાં એક લખવાનો હતો જે ત્રણેય નિબંધો સહેલા અને સરળ હતા.

વિદ્યાર્થીઓ આજે અંગ્રેજીના પ્રશ્નપત્ર દરમિયાન શાંતિપૂર્વક ઉત્તરો લખતા પરીક્ષાખંડમાં પડતા હતા.

(4:46 pm IST)