Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

ચકચારી દુષ્કર્મના કેસમાં પ્રોફેસરના માતા-પિતાની જામીન અરજી નામંજુર

આરોપીઓએ ગંભીર ગુનામાં મદદગારી કરેલ છેઃ કોર્ટ

રાજકોટ તા.૨૨: શહેરમાં ભારે ચકચાર જગાવનાર અહીંતા અમીન માર્ગ ઉપર સિલ્વર પાર્કમાં રહેતા કોલેજના પ્રોફેસર રક્ષિત રૈયાણી વિરૂધ્ધ થયેલ બળાત્કારની ફરિયાદમાં આરોપી પ્રોફેસરના માતા-પિતાએ મદદગારી સબબ ધરપકડ થયા બાદે જામીનપર છુટવા કરેલ અરજીને એડી.સેસ.જજ, શ્રી એમ.એમ. બાલીએ નકારી કાઢી હતી.

આ કેસની હકીકત એવી છે કે રાજકોટની કોલેજમા પ્રોફેસર રક્ષીત પરસોતમભાઇ રૈયાણી પોતે ૩ વખત પરણેલ હોવા છતા પીડીત યુવતીને પોતાની માતા હિનાબેન પરસોતમભાઇ રૈયાણી સાથે સેવા કરારથી ઘરે લાવી પીડીત યુવતી સાથે અકુદરતી મૈથુન તથા દુષ્કર્મ કરી ગોંધી રાખી વારંવાર દુષ્કર્મ કરતો તેમા તેની માતા પિતાની મદદગારી હતી માતા પિતા બધુ જાણતા હતા રક્ષીત પોતે એક સંપ્રદાયમા પ્રવચન આપતો તથા યુવતી પ્રવચન સાંભળવા આવતી જેથી રક્ષીતની માતા તથા રક્ષીતે યુવતીને પોતાને ઘેર લાવવા નોકરીની લાલચ આપી રૂ.૨૫,૦૦૦ થી હિનાબેન સાથે સેવા કરારથી ઘરે લાવેલ જયા હિનાબેન તથા પરસોતમભાઇની મદદગારીથી રક્ષીત યુવતી સાથે દુષ્કર્મની મદદગારીથી રક્ષીત યુવતી સાથે દુષ્કર્મ કરતો જેથી મહિલા પોલીસ સ્ટેશનના ઉપરોકત ત્રણેય આરોપીએ સામે ભારતીય ફોજદારી ધારાની ક.૩૭૬,૩૭૭,૩૨૩,૫૦૪, ૫૦૬ (૨)૧૧૪ નો ગુન્હો નોંધી પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરેલ.

આ કામે પ્રોફેસરના માતા પિતાએ રાજકોટ સેસન્સ કોર્ટમા જામીન મુકત થવાની અરજી કરેલ જેથી પીડીત યુવતીએ વકિલ મારફત જામીન અરજીનો વિરોધ્ધ કરેલ અને ભય દર્શાવેલ કે આરોપીઓએ જાણી જોઇને કાવતરૂ રચી પોતાની ઘરે સેવા કરારથી લાવેલ છે જેમા બન્ને આરોપીઓનો પુરતો સાથ સહકાર હતો અને મદદગારી સાબીત થાય છે આરોપીઓના ગંભીર ગુનામા પુરતી સંડોવણી છે જામીન મુકત કરવા સામે વાંધો લીધેલ અને પીડીત યુવતીએ આ વાંધા અરજી સોગંદનામા  સાથે સેસન્સ કોર્ટમાં તેમના વકીલ મારફત આપેલ જેથી સેસન્સ કોર્ટે આરોપીઓની ગંભીર ગુનામા મદદગારી હોય આવા ગંભીર ગુનામા પીડીત યુવતીની વાંધા અરજીને ધ્યાને લઇ સરકારી વકીલશ્રીની દલીલને ધ્યાને લઇ જામીન અરજી રદ કરેલ છે. આ કામે સરકારી  વકીલશ્રી મુકેશ જી પીપળીયા તથા પીડીત યુવતી તરફે વકીલશ્રી સંજયકુમાર એન ભંડેરી તથા અનીલ બી ડાકા રોકાયેલ છે.

(4:35 pm IST)