Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

મોઢ વણિક મિત્ર મંડળ દ્વારા યોજાયો નોખો-અનોખો નાટય શો

રાજકોટ : તાજેરતમાં મોઢ વણિક મિત્ર મંડળ -રાજકોટનાં જ્ઞાતિ પરીવારો દ્વારા 'મોઢ કલા રંગમંચ' શીર્ષક તળે ત્રણ નાટકોનું આયોજન પ્રમુખસ્વામી ઓડોટોરીયમમાં કરવામાં આવેલ. કાર્યક્રમનાં પ્રથમ ચરણમાં મોઢ વણિક મિત્ર મંડળના પ્રમુખ પ્રનંદભાઇ કલ્યાણીએ સર્વે જ્ઞાતિજનો ત્થા અતિથિ વિશેષને શબ્દપુષ્પથી આવકારી, જ્ઞાતિ અગ્રણી શ્રી રસીકભાઇ એમ. મહેતાનું નિધન થતાં તેમના પરિવારની ઉપસ્થિતીમાં બે મિનીટ મૌન પાળી, સર્વે જ્ઞાતિજનોએ શ્રધ્ધાંજલી અર્પેલ. કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને મોઢ મહોદયનાં પ્રમુખ હર્ષદભાઇ શાહ, કાર્યક્રમ સહ-અધ્યક્ષ સ્થાને જ્ઞાતિ અગ્રણી રમેશભાઇ જીવાણી, ત્થા મોઢ મહોદય કારોબારી સભ્ય કિરીટભાઇ પટેલ, આમંત્રીત અતિથી મહાનુભાવો સ્થાને મુકેશભાઇ દોશી, મનસુખભાઇ પટેલ, અશ્વિનભાઇ પટેલ, અરવિંદભાઇ આર. શાહ, અશોકભાઇ ભાડલીયા, શૈલેષભાઇ શાહ, કૌશિકભાઇ કલ્યાણી, હિરેનભાઇ છાપીયા, દિપુભાઇ શાહ, સુનિલભાઇ મહેતા, જગદીશભાઇ ભાડલીયા (જસદણ), પરેશભાઇ ધારૈયા, કિશોરભાઇ  ગાંગડીયા, અજયભાઇ ગઢીયા, અમીતભાઇ આર. પટેલ, આશીષભાઇ એન. પટેલ ખાસ ઉપસ્થિત રહી, કલાકારોને ખાસ પ્રોત્સાહીત કરેલ. તે સર્વેનું મોમેન્ટો ગીફટ, પુષ્પગુચ્છથી કારોબારી સભ્ય દ્વારા જાજરમાન સન્માન કરાયુ હતું. આ પ્રસંગે ખાસ ઢસાથી સુરેશભાઇ એન. ગાંગડીયા, લીમડીથી હસુભાઇ કે. કલ્યાણી, જસદણથી ધર્મેશભાઇ એન. કલ્યાણી ખાસ ઉપસ્થિત રહેલા સર્વેને આવકારી પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવેલ. નાટય ઉત્સવમાં પહેલું નાટક 'મોજ-મસ્તી ગગનની', જેના કલાકારો શ્રીમતી સંધ્યાબેન ભુનેશભાઇ કલ્યાણી, શ્રીમતી અમીબેન સાવનભાઇ ભાડલીયા, શ્રીમતી પુજાબેન હિરેનભાઇ કલ્યાણી, શ્રીમતી ખુશ્બુબેન રાજદીપભાઇ શાહ, શ્રીમતી શૈફાલીબેન સૌરભભાઇ ભાડલીયા, શ્રીમતી દિપાલીબેન ઉમંગભાઇ કલ્યાણી, શ્રીમતી વંદનાબેન અમીતભાઇ શેઠ, દ્વિતીય નાટક 'મુરત મમતાની' જેના કલાકારો મનિષભાઇ મનસુખભાઇ પટેલ, શ્રીમતી કોમલબેન મનીષભાઇ પટેલ, શ્રીમતી અમીબેન  સાવનભાઇ ભાડલીયા, શ્રીમતી જુલીબેન નિલેષભાઇ ગાંધી, શ્રીમતી બિંદીયાબેન સમીરભાઇ પટેલ, ચી. કાન્હી સાવનભાઇ ભાડલીયા, ચી. શ્રૃતિ અમીતભાઇ પટેલ, તૃતીય નાટક 'ડો. ઓલ રાઉન્ડ' જેના કલાકારો સમીરભાઇ રમેશભાઇ પટેલ, શુભમભાઇ પ્રકાશભાઇ અંબાણી, શ્રીમતી પુજાબેન હિરેનભાઇ કલ્યાણી, જયસુખભાઇ હિમતભાઇ કલ્યાણી, સાવનભાઇ જગદીશભાઇ ભાડલીયા, કૌશલભાઇ હરેશભાઇ જીવાણી, કુ. નિશા નિલેશભાઇ ધ્રાફાણીએ પ્રોફેશ્નલ આર્ટીસ્ટને ટક્કર મારે તેવી એકટીંગ રજૂ કરીને ઓડીયન્સની વાહ વાહ સાથે દાદ મેળવેલ. દરેક કલાકારને કિરીટભાઇ પટેલ તરફથી શ્રીનાથજીની છબી અર્પવામાં આવેલ. થોડા દિવસો બાદ દરેક કલાકારને પ્રોત્સાહીત કરવા કિરીટભાઇ પટેલ તરફથી ફેમીલી મેમ્બર સહિત ઇશ્વરીયા પોસ્ટ ખાતે જમણવાર રાખવામાં આવેલ. ત્યારે પણ મંડળ તરફથી દરેક કલાકારોનું ગીફટ સાથે ઉત્કૃષ્ટ, સન્માન કરવામાં આવેલ. નિર્દેશક તરીકે સેવા ભરતભાઇ ત્રિવેદી, લેખક તરીકે અરવિંદભાઇ રાવલ, લાઇટ અને સાઉન્ડની સેવા જ્ઞાતિબંધુ શુભમ પ્રકાશભાઇ અંબાણી, મિતેષ કિરીટભાઇ પટેલ, ડાન્સ કોરિયોગ્રાફી સેવા નિરંજનભાઇ દોશી, નાટક માર્ગદર્શન દિનેશભાઇ વિરાણીએ પુરૂ પાડેલ. તે લોકોનું આ તકે અભિવાદન સાથે સન્માન કરીને મંડળ આભારની લાગણી વ્યકત કરે છે.  નાટકના મધ્યાંતરમાં જ્ઞાતિના બાળકો દ્વારા ડાન્સ કૃતિઓ રજૂ કરવામાં આવેલ. કાર્યક્રમ પુર્ણ કર્યા બાદ અલ્પાહાર કરાવવામાં આવેલ. ઓડીયન્સમાંથી અગાઉ સફળ ગયેલ કરાઓકે પર સંગીતનાં કાર્યક્રમ મોઢ મેલોડીઝ, મોઢ માર્નિવલ અંતર્ગત ગ્રાન્ડ ફેશન શોનું આયોજન ધાર્મિક કાર્યક્રમમાં 'ચલો બ્રીજ મેં શ્રીજી કે સંગ' તથા ૮૪ બેઠકની દર્શન, છપ્પન ભોગ, ૩પ૧ મહાઆરતી દર્શન સાથે ધાર્મિક કાર્યક્રમને યાદ કરીને ઉપરોકત કાર્યક્રમને  બિરદાવેલ.

(4:27 pm IST)