Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

શ્રી ક્ષૌરકર્મ ધંધાદાર સમિતિ દ્વારા શનિવારે શ્રીમાં લિમ્બચ ભવાનીનો હવન મહોત્સવ

રાજકોટ, તા.૨૨: સમસ્ત વાળંદ સમાજના કુળદેવીમાં લિમ્બચ ભવાનીનો ચૈત્રી આઠમનો તહેવાર ધામધુમ સાથે ઉજવવામાં આવશે. ૩૧ મો હવન મહોત્સવ વાળંદ સેવા સમાજની વાડી, ખાતે જેમાં માતાજી જય જયકાર સાથે સૌ વાળંદ સમાજના જ્ઞાતિજનોએ સહપરિવાર સાથે આ ઉત્સવની ઉજવણીમાં ભાગ લેશે. આ પવિત્ર દિવસે સમાજની એકતા, સંગઠીતતાના દર્શન કરાશે. ચૈત્રી આઠમ શનિવાર બપોર બાદ બેસતી હોય આ કાર્યક્રમનું આયોજન સાંજના કરવામાં આવ્યું હોવાનું આયોજકોએ જણાવ્યું છે.

ફ્રી મેડીકલ ચેક- અપ અને ડેન્ટલ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખેલ છે. જેમાં પરેશભાઈ ચારોલા સેવા આપશે. તા.૨૪, બપોરે, ૨ વાગે હવન પ્રારંભ, મહાપ્રસાદઃ સાંજે ૭:૩૦ કલાકે, સ્થળઃ શ્રી વાળંદ સમાજ વાડી રાજકોટ

આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ કે.સોલંકી, ઉપ પ્રમુખ નિતિનભાઈ એન.રાઠોડ, મંત્રી ભરતભાઈ પી.ધોળકીયા અને ખજાનચી ગીરધરભાઈ બી.બગથરીયા જહેમત ઉઠાવી રહયા છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:27 pm IST)