Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

ક્ષત્રિય વિધવા પરિવારજનો માટે અનાજનું દાન : ઘેર - ઘેર દાનકુંભ પણ મુકાશે

ક્ષત્રિય સમાજ ફાઉન્ડેશન દ્વારા મે માસમાં બાઈક રેલીનું પણ આયોજન

રાજકોટ, તા. ૨૨ : શહેરમાં રહેતા જરૂરીયાતમંદ ક્ષત્રિય વિધવા પરીવારોને ક્ષત્રિય સમાજ ફાઉન્ડેશન જરૂરીયાતમંદ વિધવા પરીવારના દિકરા - દિકરીઓને સારૂ શિક્ષણ અપાવવા માટે તેમજ સરકાર દ્વારા મળતી યોજનાઓના લાભ માટે યોગ્ય માર્ગદર્શન પૂરૂ પાડવા માટે જહેમત ઉઠાવશે. આ સાથે સંસ્થા દ્વારા જરૂરી અનાજનો પણ પ્રબંધ કરશે.

આ દાનકુંભ વર્ષના મકરસંક્રાંતિ તહેવાર નિમિતે માત્ર એક જ દિવસે દાન આપનારના ઘરે રૂબરૂ જઈ દાનકુંભ ખોલવામાં આવશે. રાજકોટ શહેરમાં આ પ્રકારના દાનકુંભ મૂકનાર આ પ્રથમ સંસ્થા છે.

આ સાથે સંસ્થાના પ્રમુખ શ્રી દિલીપસિંહ આર. ગોહિલ (પચ્છેગામ) દ્વારા એક ક્ષત્રિય સમાજ માટે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. એકલિંગજી દાદાના દિવાન હિંદવા સુરજ પ્રાણવંત પૂર્વજ પ્રણવીર એવં પ્રાણપ્રિય મહારાણા પ્રતાપજીની જન્મજયંતિ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે. મહારાણા પ્રતાપજીનો જન્મ તિથિ પ્રમાણે જેઠ સુદ-૩ અને ૯ મે ૧૫૪૦ના થયેલ છે. કેએફસી દ્વારા જન્મજયંતિ તારીખ પ્રમાણે ૯ મે ૨૦૧૮ને બુધવારના રોજ રાજકોટ ખાતે એક સંપૂર્ણ શિસ્તબદ્ધ બાઈક રેલીનું આયોજન ઉજવવામાં આવશે.

આ બાઈક રેલીમાં જોડાવવા ઈચ્છતા ભાઈઓએ પુરી વિગત, પાસપોર્ટ સાઈઝના ફોટો સાથે રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

ઉપરોકત કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ શ્રી દિલીપસિંહ આર. ગોહિલ (પચ્છેગામ) (મો.૯૮૭૯૫ ૧૮૩૬૯), ઉપપ્રમુખ યોગરાજસિંહ એમ. જાડેજા (વાવડી), મંત્રી સંજયસિંહ જી. રાણા (ભડવાણા) (મો.૯૮૨૫૨ ૧૫૯૧૨), સહમ઼ત્રી નવલસિંહ એ. જાડેજા (ભાણવડ), ખજાનચી નરેન્દ્રસિંહ જે. જાડેજા (સણોસરા), સંગઠનમંત્રી અનિરૂદ્ધસિંહ બી. રાણા (અચારડા), સંગઠનમંત્રી ઈન્દ્રજીતસિંહ એમ. જાડેજા (મોટીમેંગણી) તથા સર્વ કારોબારીઓ અને કાર્યકર્તા મિત્રો જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:09 pm IST)