Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

સ્માઈલ કરાઓકે કલબનો રવિવારે કાર્યક્રમઃ નોનપ્રોફેશ્નલ કલાકારો ગીતો પીરસશે

રાજકોટ, તા. ૨૨ : રાજકોટના પ્રાંગણે સંગીતપ્રેમીઓની સુરાવલીના મધુર સુરો ગુંજતા રહે છે. સ્માઈલ કરાઓકે કલબના સ્થાપક શ્રી કિશોરભાઈ મંગલાણી દ્વારા સંસ્થા ઘણા વર્ષોથી ચલાવવામાં આવે છે. આ સંસ્થા દ્વારા દરેક કાર્યક્રમમાં કરાઓકે ટ્રેક પર હિન્દી ફિલ્મ જગતના ''સુવર્ણયુગ''ના મધુર ગીતો ફિલ્માંકન સાથે રજૂ કરવામાં આવે છે જે કન્સેપ્ટને શ્રોતાઓ દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ સાપડેલ છે. વર્ષમાં ૩ કાર્યક્રમો હેમુગઢવી હોલમાં તથા ૩ કાર્યક્રમો રીકવેસ્ટના આધારે વિવિધ સ્થળોએ આયોજન કરવામાં આવે છે. સ્માઈલ ગ્રુપમાં ડોકટરો, વકીલો, એન્જીનિયરો, બિલ્ડરો તથા વિવિધ ક્ષેત્રોના કલાકારો તેમજ કોકીલ કંઠ ધરાવતા બહેનો પણ સામેલ છે.

નોન કોમર્શીયલ - ફકત આમંત્રીત મહેમાનો માટે સ્માઈલ કલબનો આગામી કાર્યક્રમ તા.૨૫ના રવિવારે હેમુ ગઢવી હોલ ખાતે રાત્રે ૮:૩૦ કલાકે રાખવામાં આવેલ છે. રસ ધરાવતા સંગીત પ્રેમીઓને સમયસર કાર્યક્રમના આયોજન માટે શ્રી મનહરભાઈ જોષી મો. ૯૭૨૩૪ ૫૯૨૬૮નો સંપર્ક કરવો. સંગીતપ્રેમીઓ સર્વેશ્રી કિશોરભાઈ મંગલાણી, મમતાબેન મંગલાણી, જૈન અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠ, સરયુબેન શેઠ, ડો. દિનેશભાઈ શ્રીમાંકર, ડો.રંજનાબેન શ્રીમાંકર, મનહરભાઈ જોષી, જીતેન્દ્રભાઈ ભટ્ટ, ગીતાબેન ભટ્ટ, શાલીનીબેન રેલવાણી, નિલેશભાઈ જેઠવા, હીનાબેન કોટડીયા, દિવ્યકાંતભાઈ પંડ્યા, સાધનાબેન વિભાકર, પરેશભાઈ માણેક, પંકજભાઈ ઝીબા, શ્યામભાઈ વિરાણી, શાર્પ ૮:૩૦ કલાકે દિપ પ્રાગટ્યથી કાર્યક્રમ શરૂ થશે. તેમ યાદીમાં જણાવાયુ છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:08 pm IST)