Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

શાપરમાં જુગાર રમતા ૯ પકડાયા

નાગમાસી યાદવ, પ્રિતમ સીંગ, વાકદેવીદાસ, નારાયણ, શ્રીહરી, રફીક, મુબારક, તૈફીક અને અલાઉદીનની ધરપકડ

રાજકોટ તા. રર : શાપર વેરાવળમાં કારખાના પાસે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા નવ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શાપર પોલીસ મથકના હેડ કોન્સ. ઉપેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે શાપરમાં અતુલ ઓટો નામના કારખાના પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા નાગમાસી પ્રિદુખન યાદવ, પિતમ રામચંદ્રસીંગ, વાકુ દેવીદાસ, ફુલગીરી મરાઠી, નારાયણ જનાર્ધન ખટકર, શ્રીહરી લક્ષ્મીભાઇ ફુબે, રફીક હબીબખાન પઠાણ, મુબારક ખુરશીદખાન પઠાણ, તૈફીક આમીરખાન પઠાણ, અને અલાઉદીન ઉસ્માનખાન પઠાણને પકડી લઇ રૂ. રપ૭પ૦ ની રોકડ સહિતની મતા સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(4:06 pm IST)