Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

કલેકટર કચેરી ખાતે અલ્તાફ ચીચોદરાનો મૂંડન કરી વિરોધઃ ર૯ર ઢોરનો પ્રશ્ન

કલેકટર કચેરી ખાતે મૂંડન સાથે દેખાવો કરનાર અલ્તાફ ચીચોદરા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. રરઃ શહેરના ઘાંચીવાડમાં રહેતા અલ્તાફ ચીચોદરાએ આજે પોતાના આશ્ચર્યજનક કાર્યક્રમમાં કોર્પોરેશનના ઢોરવાડામાંથી ર૯ર ઢોરો કતલખાને મોકલી આપવાના આક્ષેપો કરી અને આ પ્રશ્ને પોતે રજુઆતો કરી હોવા છતાં કોઇ નિર્ણય નહિં લેવાયો હોય અને જીલ્લા સ્વાગતમાં પણ આ પ્રશ્નનો સમાવેશ કરવા છતાં અને કલેકટરે પત્ર લખ્યો હોવા છતાં મ્યુ. કમીશ્નર દ્વારા કોઇ પગલા નહીં લેવાયા હોય આજે પોતે પોતાના માથાના વાળ ઉતારી-મૂંડન કરી કલેકટર કચેરી ખાતે દેખાવો કર્યા હતા.

આજે કલેકટર કચેરીએ જીલ્લા સ્વાગત કાર્યક્રમ હતો ત્યારે જ કલેકટર લોબીમાં મૂંડન સાથે દેખાવો યોજયા હતા, અને રજૂઆતો કરી હતી. મ્યુ. કમિશ્નર ઉપર આક્ષેપો કર્યા હતા.

(3:56 pm IST)