Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

કાલાવડરોડના અવધ પાર્કમાં માટી ખોદકામથી વીજ થાંભલો નમી ગયો : લોકો પર જળુંબતુ જોખમ

પ્રદેશ કોંગ્રેસના યુવા નેતા મનોજ રાઠોડ દ્વારા વીજ કંપનીને રજુઆત

રાજકોટ તા. ૨૨ : ટ્રાફીકથી સતત ધમધમતા કાલાવડ રોડ ઉપર ડ્રાઇવ ઇન સીનેમા પાસે, અવધ માર્ગ પર કરાયેલ આડેધડ ખોદકામને કારણે વીજ પોલ પડુ પડુ હાલતમાં મુકાય જતા જોખમી સ્થિતી સર્જાઇ હોવા અંગે પ્રદેશ કોંગ્રેસ યવાન નેતા અને લોધીકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મનોજ રાઠોડે વીજ કંપનીનના ચીફ એન્જીનીયરને પત્ર પાઠવી રજુઆત કરી છે.

તેઓએ જણાવ્યુ છે કે અવધ માર્ગ ઉપર વીજ કંપનીનું વૃંદાવન ફીડર આવેલ છે. પરંતુ માગમાં માટીનું ખોદાણ કામ કરવામાં આવતા આ વીજ થાંભલો સાવ નમી ગયો  છે.

આ વિસ્તારમાં બહુમાળી રહેણાંક અને કોમર્શીયલ ઇમારતોનો વ્યાપ વધેલ છે. નવો ૧૫૦ ફુટ રીંગ રોડ પણ અહીંથી પસાર થતો હોય જામનગર તરફના ભારે વાહનો પણ અહીંથી પસાર થયા છે. મેટોડા, જીઆઇડીસીનો ટ્રાફીક પણ અહીં અસર કરે છે.  ખાણી પીણીના સ્થળો ઉપર પણ રવિવાર અને રજાના દિવસોમાં ભીડ હોય છે. ત્યારે આટલા મોટા માનવ સમુદાયને ધ્યાને લઇ કોઇ દુર્ઘટના સર્જાય તે પહેલા સત્વરે આ વીજ પોલની મરામત કરાવવા પ્રદેશ કોંગ્રેસ યુવા નેતા મનોજ રાઠોડે માંગણી ઉઠાવી છે.

(3:56 pm IST)