Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

ગુજરાત 'રેકોર્ડ હોલ્ડર એસો.'ની સ્થાપના : પ્રમખુપદે અજયસિંહ જાડેજા

રાજકોટ : ગુજરાતભરમાં અલગ અલગ પ્રકારે રેકોર્ડ નોંધાવી ગૌરવ વધારનાર ૩૧ રેકોર્ડ હોલ્ડરોને એક મંચ પર લાવવા 'ગુજરાત રેકોર્ડ હોલ્ડર એસોસીએશનની સ્થાપના કરવામાં આવી છે. જેના હોદેદારોની વરણી કરાતા પ્રમુખપદે ભાવનગરના જાણીતા ફોટોગ્રાફર અજય જાડેજા (મો.૯૮૨૪૨ ૩૭૭૨૪) તેમજ ઉપપ્રમુખપદે સુરતના લાફટર ટીચર કમલેશ મશાલાવાળા (મો.૯૮૨૫૧ ૭૭૬૦૧) અમદાવાદના દિપક ભટ્ટ (મો.૯૮૨૪૮ ૯૦૩૯૧), ટાઇમેન તરીકે જાણીતા દિપક શર્મા (મો.૮૮૮૯૫ ૫૫૪૧૯) ની વરણી કરવામાં આવેલ. પેન્સીલની અણી ઉપર ગણપતિ બનાવનાર સુરતના પવન શર્મા (મો.૯૮૨૫૩ ૫૨૬૩૬) ને સેક્રેટરી તરીકે તથા સુરતના શીતલ શાહ (મો.૯૯૨૪૧ ૦૨૫૮૭) કે જેઓેએ ૨૪ કલાકમાં ૫૭૬ વ્યકિતના વાળ કાપેલ તેઓને જોઇન્ટ સેક્રેટરી તરીકે નિયુકત કરાયા હતા. ટ્રેઝરર તરીકે વિપુલકુમાર ભુવા (મો.૯૪૨૮૧ ૮૭૪૯૮) અને જોઇન્ટ ટ્રેઝરર તરીકે ડો. હ્યુમન બ્રહ્માતાની  વરણી કરાયેલ. ઉપરાંત ૩૧ સભ્યોને આ એસોસીએશનમાં સ્થાન અપાયુ હતુ. રેકોર્ડ બનાવનાર લોકોની પ્રવૃત્તિને બહાર લાવી સમાજમાં તેમની ઓળખ ઉભી કરવા તેમજ નવા રેકોર્ડ બનાવવા ઇચ્છુકોને માર્ગદર્શન પુરૂ પાડવાનું સબળ કાર્ય આ એસોસીએશન કરશે. તેમ પ્રમુખ અજયસિંહ જાડેજાની યાદીમાં જણાવાયુ છે.

(3:43 pm IST)