Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

બાર કાઉન્સીલની ચૂંટણી લડી રહેલા દિલીપભાઈ પટેલના કાર્યાલયને ખુલ્લુ મુકતા અભય ભારદ્વાજ

મોટી સંખ્યામાં વકીલોની હાજરીઃ દિલીપ પટેલને ચૂંટી કાઢવા અપીલ :મેયર-ડેપ્યુટી મેયર સહિતના રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

રાજકોટ, તા. ૨૨ :. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં રાજકોટના અને બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન દિલીપ પટેલના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન પ્રખર ધારાશાસ્ત્રી અને ભારત સરકારના લોકમીશનના મેમ્બર અભયભાઈ ભારદ્વાજના હસ્તે ખુલ્લુ મુકાયેલ હતુ. આ તબક્કે રાજકોટના મેયર જયમનભાઈ ઉપાધ્યાય, ડે. મેયર દર્શીતાબેન શાહ, સ્ટે. ચેરમેન પુષ્કર પટેલ, સીન્ડીકેટ સભ્ય નેહલ શુકલ, કોર્પોરેટર કશ્યપ શુકલ, અશોક ડાંગર, પ્રદીપ ડવ, મહિલા અગ્રણી મીનાક્ષીબેન ત્રિવેદી, અમૃતાબેન ભારદ્વાજ, નયનાબેન ચૌહાણ સહિત ઉપસ્થિત રહેલ હતા.

રાજકોટ શહેરના બાર એસો.ના પ્રમુખ અનિલભાઈ દેસાઈ, ભાજપા લીગલ સેલના અધ્યક્ષ હીતેશભાઈ દવે, કલેઈમ બારના પ્રમુખ રાજેશ મહેતા, ક્રીમીનલના પ્રમુખ તુષાર બસલાણી, રેવન્યુ બારના પ્રમુખ સી.એચ. પટેલ મહિલા બારના મહેશ્વરીબેન ચૌહાણ, બીનલબેન, સ્મીતાબેન, સીનીયર ધારાશાસ્ત્રીઓ જયદેવ શુકલ, જી.આર. ઠાકર તથા પિયુષ શાહ, અર્જુનભાઈ પટેલ, રમેશભાઈ કથીરીયા, મયંક પંડયા, જે.બી. શાહ, અનિલભાઈ ગજેરા, સંજય વ્યાસ, ગીરીશભાઈ ભટ્ટ, ધીમંત જોશી, એ.ટી. જાડેજા, નોટરી બારના પ્રમુખ પ્રકાશસિંહ ગોહીલ, ભરતભાઈ આહયા, પરેશ મારૂતી, રમેશભાઈ ઘોડાસરા, જીલ્લા સરકારી વકીલ એસ.કે. વોરા, અનિલ જસાણી, આશિષ આદ્રાણી, અજય સેદાણી, મુકેશ દેસાઈ, જે.પી. રાણા, ભરત બદાણી, બીપીન ગાંધી, યોગેશ ઉદાણી, રૂપરાજસિંહ પરમાર, તુલસીદાસ ગોંડલીયા, ધીરૂભાઈ પરમાર, કીરીટ નકુમ સહિતના વકીલો હાજર રહેલ હતા.

રાજકોટ બારના દીલીપભાઈ જોષી, જતીન ઠક્કર, એન્જલ સરધારા, અજય પીપળીયા, ધર્મેશ સખીયા, ડી.સી. પરમાર, વિજય દવે, અશ્વિન ગોસાઈ, હરેશભાઈ હરસોડા, જયેશ બોઘરા, રાજભા ઝાલા, ડી.ડી. મહેતા, નિલેશભાઈ અગ્રાવત, વિપુલ પંડયા, પ્રશાંત લાઠીગ્રા, કેતન પાટડીયા, પરેશ કુકડીયા, ધર્મેશ લાડવા, જે.વી. ગાંગાણી, કે.જે. ત્રિવેદી, એન.આર. શાહ, જી.આર. પ્રજાપતિ, અજય જોષી, અજય ચૌહાણ, રાકેશ દોશી, નસીત કલ્પેશ, વિજય ભટ્ટ, વિજય તોગડીયા, ભાવેશ પટેલ, એન.આર. જાડેજા સહિત ૫૦૦થી વધુ એડવોકેટો વિશાળ સમુદાયમા દીલીપ પટેલના સમર્થનમાં હાજર રહેલ હતા.

હાજર રહેલા મેયર જયમનભાઈ ઉપાધ્યાય, ડે. મેયર દર્શીતાબેન શાહ તથા અભય ભારદ્વાજે પ્રાસંગીક પ્રવચન કરેલ હતા અને દીલીપભાઈ પટેલે તેમની બે ટર્મ દરમિયાન કરેલ કાર્યોની વિગતો જણાવેલ હતી અને આ ચૂંટણીમાં પણ આયોજન કરી અને દીલીપ પટેલને આપણા મતોનું મૂલ્યાંકન કરી અને ચૂંટણીમાં આ વખતે પણ પ્રથમ નંબર ઉપર વિજેતા સૌ સાથે મળીને બનાવીએ તેવી શુભેચ્છા પાઠવેલ હતી. કાર્યક્રમનું સંચાલન હીતેશભાઈ દવેએ કરેલ હતુ અને તમામ વકીલોએ દીલીપ પટેલના નામ સામે ૫૩ નંબર ઉપર એકડો કરી મતદાન કરવા જણાવેલ હતું.

(3:43 pm IST)