Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

૯ દિવસથી ગૂમ થયેલા યુવાન કોૈશિક પ્રજાપતિને તાલુકા પોલીસે શોધી કાઢ્યો

ઘરે મોડો આવતો હોઇ ઠપકો આપતાં માઠુ લાગતાં નીકળી ગયો'તો : યુનિવર્સિટી રોડ પર મિત્રના રૂમમાં રોકાઇ ગયો'તોઃ મોબાઇલ લોકેશન પરથી પત્તો મળ્યો

રાજકોટઃ મવડીના શિવદ્રષ્ટી પાર્ક-૫માં રહેતાં પ્રજાપતિ રજનીભાઇ જેરામભાઇ સિતાપરાનો પુત્રો કોૈશિક (ઉ.૧૯) ૧૩મીએ ઘરેથી ગૂમ થઇ ગયો હતો. તાલુકા પોલીસમાં ગૂમ થયાની જાણ થઇ હોઇ પી.આઇ. વી.એસ. વણઝારા, પી.એસ.આઇ. એન. ડી. ડામોર, હેડકોન્સ. હર્ષદસિંહ ચુડાસમા, કોન્સ. અરજણભાઇ ઓડેદરા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ આહિર, વિરેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઇ ડાંગર, નરેન્દ્રભાઇ ગઢવી, રાહુલભાઇ ગોહેલ સહિતે તપાસ હાથ ધરી હતી. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી ઝોન-૨ તથા એસીપી ક્રાઇમની રાહબરી હેઠળ મોબાઇલ કોલ ડિટેઇલને આધારે તપાસ શરૂ થઇ હતી. દરમિયાન ગૂમ થયેલા કોૈશિકનું લોકેશન પંચાયત ચોક આસપાસ મળતાં તેને શોધી કાઢી તેના માતા-પિતા સાથે મિલન કરાવ્યું છે. કોૈશિક ઘરે મોડો આવતો હોઇ પિતાએ ઠપકો આપતાં માઠુ લાગી જતાંજતો રહ્યાનું તેણે કહ્યું હતું. કોૈશિક મજૂરી કરી પરિવારને મદદરૂપ થાય છે. યુવાન દિકરાને હેમખેમ શોધી અપાતાં માતા-પિતાએ તાલુકા પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.

(12:49 pm IST)